ધંધુકામાં ૯૨ સંસ્થાના આગેવાનોની હાજરીમાં ક્ષત્રિયોનું સંમેલન યોજાયું, જ્યાં રૂપાલાને માફી આપવા અંગે પદ્મિનીબા એ શું કહ્યું જાણો
પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ને ઠેસ પહોંચે તે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી. આ મામલે શરૂ થયેલો વિવાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. કેમ કે, સતત ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં આજે એટલે 7 એપ્રિલ ના અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું હતું.
તેની સાથે ધંધૂકા ખાતે અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજના 92 સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા. અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા. આ સંમેલનમાં પાંચ હજાર લોકો એકઠા થયા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો પણ સંમેલનમાં હાજર રહ્યા હતા. તેની સાથે સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજના 17 જેટલા વક્તાઓ દ્વારા આગામી રણનીતિ અંગે વારાફરતી જણાવવામાં આવી હતી. રૂપાલા ની ટિકિટ રદ ના થાય ત્યાં સુધીની રણનીતિ આ સંમેલનમાં ઘડવામાં આવી હતી. રાજપૂત સંકલન સમિતિના સભ્યોની પણ સંમેલનમાં હાજર રહ્યા હતા.
આ દરમિયાન રાજકોટના પદ્મિનીબા વાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રૂપાલા એ જે નિવેદન આપ્યું છે, તેના માટે માફી આજે પણ નહીં અને કાલે પણ મળશે નહીં. પરંતુ જો તેમની ટિકિટ પરત ખેંચવામાં આવશે તો સમાધાન થશે. આવતીકાલના રાજકોટમાં માત્ર રેલી હતી હજી તો રેલો બાકી રહેલ છે. જો ટિકિટ રદ નહીં કરે તો જે એમણે માથા આપી દીધા છે તેમની બેન દીકરીઓના નામ પણ લીધા છે. તેઓ સમજી જાય અને ઉમેદવારી પરત લઈ લે. હજી આ ટ્રેલર હતું. મુવી હજુ બાકી છે અને સુપરહીટ જ જશે. ક્ષત્રિય સમાજના કોઈ બે ભાગલા પડ્યા નથી સમાજ એક જ રહેલ છે. હું અનશન ઉપર જ રહેલ છું. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અનશન પર જ રહેવાની છું.