GujaratAhmedabad

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, રોહન ગુપ્તા જોડાયા ભાજપમાં

લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ દ્વારા 12 માર્ચના રોજ ગુજરાતમાં સાત ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં એક નામ રોહન ગુપ્તાનું પણ રહેલું હતું. અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તા ચૂંટણી લડવાના હતા. પરંતુ અંગત કારણોસર ચૂંટણી લડવાનો તેમને ઇનકાર કરી દીધો હતો. ત્યાર બાદ આ અંગે રોહન ગુપ્તા દ્વારા ટ્વિટ કરીને જાણકારી પણ આપવામાં આવી હતી. આ સિવાય તેમના પિતાની પણ તબીયત નાદુરસ્ત હોવાના લીધે પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. જ્યારે હવે તે ભાજપ જોડાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજીનામા આપ્યાના 25 જ દિવસમાં આજે તેઓ ભાજપમાં જોડાયા છે.

એવામાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે કેમ કે રોહન ગુપ્તા 11 એપ્રિલના ગુરુવારે એટલે આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની હાજરીમાં રોહન ગુપ્તાની સાથે જહાંઝૈબ સિરવાલ અને પરમપાલ કૌર પણ કેસરિયો ધારણ કરી લીધો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ આઈટી સેલના વડા રોહન ગુપ્તા દ્વારા પાર્ટીના સાથીદારો દ્વારા અપમાન અને પાત્ર હત્યાનો આરોપ લગાવીને પાર્ટી છોડવામાં આવી હતી. રોહન ગુપ્તા જેમને કોંગ્રેસ દ્વારા અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભાની ટિકિટ અપાઈ હતી. તેમ છતાં પિતાની નાદુરસ્ત તબિયતને લીધે તેમને ચુંટણી લડવાની ના પાડી દીધી હતી.

અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું હતું કે, મારા-પિતાની અત્યંત ગંભીર સ્વાસ્થ્ય પરિસ્થિતિના લીધે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પરત ખેચું છું. વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકારવા અસમર્થ રહેલ છું. પાર્ટી દ્વારા જે પણ ઉમેદાવારને પંસદ કરવામાં આવશે તેનો હું સંપૂર્ણ સાથ સહકાર આપીશ.

તમને જણાવી દઈએ કે, ગુજરાતના પૂર્વ સંસદીય સચિવ અને કોંગ્રેસ શિસ્ત સમિતિના સભ્ય રાજકુમાર ગુપ્તા દ્વારા કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. અમદાવાદ પૂર્વના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા દ્વારા 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ અચાનક રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. તેમની તબીયત નાદુરસ્ત હોવાના લીધે રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કરાયો હતો. રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચીના પદે પણ રહી ચુકેલા હતા.