GujaratAhmedabad

જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીનું પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઈને મોટું નિવેદન

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે આ બાબતમાં અનેક લોકો દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. જ્યારે આજે આ મામલામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બન્ને પક્ષોએ સાથે બેસીને આ બાબતમાં નિરાકરણ લાવવામાં આવે. આ બાબતમાં એક બેઠક યોજવી જોઇએ જેમાં શાંતિપૂર્ણ રીતે આ વિવાદનો ઉકેલ લાવવામાં આવે. તેની સાથે તમને જણાવી દઈએ કે, પુરુષોત્તમ રૂપાલાના નિવેદન લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે.

નોંધનીય છે કે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને આપવામાં આવેલ વિવાદિત નિવેદન લઈને તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ મામલામાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા અત્યાર સુધી ત્રણ વખત માફી માંગવામાં આવી છે. એવામાં દરેક ઈચ્છી રહ્યા છે કે, આ વિવાદનો જલ્દી અંતે આવી જાય. એવામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા આ મામલામાં મોટું નિવેદન આપવામાં આવ્યું છે.