રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ ની મહિલા માટે કરવામાં આવેલ વિવાદિત નિવેદન થી સમગ્ર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. એવામાં ક્ષત્રિય સમાજના મહિલા પદ્મિનીબાને લઈને એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. પદ્મિનીબા વાળાની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમને બ્લડ પ્રેશર લો થતા AIIMS માં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. તમને જણાવી દઈએ, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદની માંગ સાથે પદ્મિની બા દ્વારા 14 દિવસથી અન્ન ત્યાગ કરવામાં આવ્યો હતો.
જાણકારી મુજબ, સાંજના સમયે પદ્મિની બા વાળાની તબિયત લથડતા તેમને AIIMS હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. હાલમાં તે સારવાર હેઠળ રહેલા છે. પદ્મિની બાનું બ્લડ પ્રેશર લો થઇ ગયું હોવાથી નબળાઈ આવી ગઇ હોવાની જાણકારી સામે આવી છે. 14 દિવસથી તેઓ અન્ન ત્યાગ ઉપર હોવાના લીધે તે માત્ર પ્રવાહી ગ્રહણ કરી રહ્યા છે. તેના લીધે આજે તેમની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, પદ્મિની બાની વાત કરીએ તો તે કરણી સેના ના મહિલા મોરચાના અધ્યક્ષ રહેલા છે અને રૂપાલા વિવાદને લઇને તે મેદાનમાં ઉતર્યા છે. પદ્મિની બા વાળા તાજેતરમાં ફેબ્રુઆરી 2024 માં રાજકોટ શહેર કમલમ ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. તે રાજ શક્તિ મહિલા મંડળ રાજકોટના 10 વર્ષથી અધ્યક્ષ રહેલા છે. તેમજ ગુજરાત રાજપૂત મહિલા કરણી સેનાના અધ્યક્ષ તરીકે છેલ્લા પાંચ વર્ષથી ફરજ પર રહેલા છે.
તેની સાથે પદ્મિની બા વાળા પતિનું નામ ગિરિરાજસિંહ વાળા રહેલ છે. તેમનું મૂળ વતન ગધેથડ નજીક આવેલા તણસવા ગામ રહેલું છે. પતિ ગિરિરાજસિંહ વાળા બિઝનેસમેન રહેલા છે. તેની સાથે સંતાનમાં બે દીકરા રહેલા છે, જેમનું નામ સત્યજીતસિંહ વાળા અને પૂર્વરાજસિંહ વાળા રહેલ છે. તેમાં એક દીકરાએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા તાજેતરમાં પૂર્ણ કર્યો છે અને નાનો દીકરો ધોરણ-4 માં અભ્યાસ કરી રહ્યો છે.