રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતા રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરાથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાંઢાસાલ તલાવડી નજીક 25 જાનૈયા સવાર ટેમ્પોના પલટી ખાઈ જતા ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ, રોંગ સાઇટ આવતી કારને બચાવવા જતા ટેમ્પો પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 14 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, જિલ્લાના ડેસર તાલુકાના માણેકલા ગામના જશવંતસિંહ ફતેસિંહ પરમારની ભાણી જોસનાબેનના લગ્ન હોવાના લીધે માણેકલા ગામથી સાઢાસાલ રાવજીભાઈ રમણભાઈ ગોહિલને ત્યાં મામેરુ લઈને જતા પિયરીયાઓનો અકસ્માત સર્જાયો હતો. સાઢાસાલ પાસે આવેલી હરીયા તલાવડી નજીક ટેમ્પો લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી રોંગ સાઈડ પર ફૂલઝડપે આવી રહેલી કારને બચાવવા જતા ઇમર્જન્સી બ્રેક મારતા તેમ્પાનું ટાયર ફાટી ગયું અને ટેમ્પોએ પલટી ખાઈ લીધી હતી.
તેની સાથે ટેમ્પો પલટી ખાતાની સાથે દયનિય દ્રશ્યો ઉભા થઈ ગયા હતા. કેમકે ઘટનાસ્થળ પર ટેમ્પોમાં બેઠેલા લોકો ચિચિયારીઓથી વાતાવરણ દયનિય બની ગયું હતું. માણેકલાના પરમાર પરિવારના અંદાજીત 25 પૈકી 14 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા સ્થાનિક લોકો દ્વારા મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા ૧૦૮ ને કોલ કરવામાં આવતા કાલોલ, સાવલી અને ડેસરની કુલ ત્રણ 108 વાનો ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને ડેસર-સાવલીની સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી ચાર લોકોને વધુ ગંભીર ઈજાઓ હોવાના લીધે વડોદરા એસએસજીમાં રીફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણકારી મળતા ડેસર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઘટનામાં શાંતાબેન નરવતભાઈ પરમાર, કોકીલાબેન ફતાભાઈ પરમાર, મંજુલાબેન અમરસિંહ પરમાર, નમ્રતાબેન અમરસિંહ પરમાર, લીલાબેન અનોપભાઈ પરમાર, કાજલબેન રમેશભાઈ પરમાર, પ્રવીણ અમરસિંહ ચૌહાણ, પ્રેમીલાબેન રમણભાઈ પરમાર, સવિતાબેન મડાભાઈ પરમાર, ઉર્મિલાબેન ભારતભાઈ પરમાર, અંજુબેન કમલેશભાઇ પરમાર, શાંતીબેન ધનાભાઇ પરમાર અને કુસુમબેન કાળુભાઈ મકવાણા ઈજા પહોંચી છે.