કુખ્યાત દાઉદ ઈબ્રાહિમને લઈને મોટા સમાચાર સામે આવ્યા કે. દાઉદ ઈબ્રાહિમને 1993 નાં કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. 1983 માં દાઉદ અને તેનો સાગરીત ઈજાગ્રસ્ત થયો હતો. દાઉદ ઈબ્રાહિમનાં સાગરીતની પિસ્તોલમાંથી ગોળી છૂટતા ઈજાગ્રસ્ત થયો હતો. આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને પાંચ રિવોલ્વરની મંજૂરીનો નિયમ રહેલો હતો. આ કેસમાં તપાસ અધિકારી દ્વારા કલેક્ટરની મંજૂરી લેવામાં આવી નહોતી. તપાસ અધિકારી દ્વારા ફરજમાં બેદરકારી દાખવી હોવાનું કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બાબતમાં એડિશનલ સિવિલ જજ એસ. ડી. કાપડિયા દ્વારા હુકમ ફરમાવવામાં આવ્યો હતો.
જાણકારી મુજબ, તા. 11 જૂન 1983 નાં રોજ મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં પસાર થતી હોન્ડા કાર માં પરવાનગી વગર ની રિવોલ્વરથી હાજી ઈસ્માઈલ થી અજાણતા ગોળી છોડવામાં આવી હતી. જેમાં હાજી ઈસ્માઈલ ને ડાબા હાથના ભાગમાં ઈજા પહોંચી હતી. જ્યારે દાઉદ ઈબ્રાહિમને ગળાના ભાગમાં ઈજા પહોંચી હતી. ત્યાર બાદ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે આ સમગ્ર મામલામાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં કારમાં સવાર ચાર વ્યક્તિ દાઉદ હસન શેખ ઈબ્રાહીમ, હાજુ ઈસ્માઈલ સુબણિયા, અલી અબ્દુલા અંતુલે અને ઈબ્રાહિમ મહંમદભાઈ વિરૂદ્ધ આર્મ્સ એક્ટની કલમ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલામાં તપાસ અધિકારી દ્વારા સારવાર લઈ રહેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં હવે આ મામલામાં ચુકાદો સામે આવ્યો છે.