SaurashtraGujaratRajkot

રાજકોટ અગ્નિકાંડને લઈને મ્યુનિસિપલ કમિશનરે લીધો મોટો નિર્ણય, 35 કર્મચારીઓની કરવામાં આવી બદલી

રાજકોટમાં નાનામોવા રોડ પર ટીઆરપી ગેમઝોનમાં તારીખ 25 મે ૨૦૨૪ ના રોજ ભયંકર આગ ફાટી નીકળી હતી. આ અગ્નિકાંડમાં 27 લોકોના જીવ ગયા હતા. એવામાં આ મામલામાં સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે રાજકોટ મહાનગરપિલાકા દ્વારા આ મામલામાં સખ્તાઈ વર્તવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા 35 કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં ટાઉન પ્લાનિંગ શાખાના મોટાભાગના કર્મચારીઓની બદલી કરવામાં આવી છે

તમને જણાવી દઈએ કે, ટાઉન પ્લાનિંગ શાખાના 12 કર્મચારીઓને બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે બાંધકામ વિભાગના 13 કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી છે. વોટર વર્ક્સના સાત કર્મચારીઓને પણ બદલીના આદેશ આપવામાં આવેલ છે.

તેની સાથે કોંગ્રેસ દ્વારા મૃતકોના પરિવારને વળતર આપવાની માગ સાથે જવાબદાર અધિકારીઓ સામે સખ્ત પગલા ભરવાની માંગ કરવામાં આવી છે. આ બાબતમાં શહેરના ગાંધી આશ્રમના ગેટ પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમમાં મૃતકોના પરિવારજનો પણ હાજર રહેલા હતા. તેની સાથે 25 મી જૂનના રાજકોટ બંધ રાખવાનું કોંગ્રેસ દ્વારા આહ્વાન પણ કરવામાં આવ્યું છે.