સુરતમાં ચાર્જિંગ મૂકેલી ઇ-બાઈકમાં બ્લાસ્ટ, નજીક પડેલો સિલિન્ડર પણ ફાટ્યો, એક યુવતીનું મોત
સુરત શહેરથી બ્લાસ્ટની ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ચાર્જિંગમાં મૂકેલી ઈ-બાઈકમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. ઈ-બાઈકની સાથે નજીકમાં રહેલ ગેસ સીલીન્ડર પણ ફાટ્યો હતો. જ્યારે આ ઘટનામાં એક મૃત્યુ નીપજ્યું છે જ્યારે ચાર લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સુરતમાં ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. સુરતના ગડોદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ઇ-બાઇકની બેટરીને ચાર્જીંગ મુકવામાં આવી હતી જેમાં આજે વહેલી સવારના બ્લાસ્ટ થયો હતો. જેમાં 18 વર્ષની એક યુવતીનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે ચાર લોકો દાઝી ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
તેની સાથે સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થતા એક દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણકારી મળતા જ સુરત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગ પર તેમના દ્વારા કાબૂ મેળવવામાં આવ્યો હતો. ફાયર વિભાગના કર્મચારી દ્વારા બીજા માળે આવેલી મકાનની ગેલેરીમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેમાં 1 મહિલા, 1 બાળક અને એક મોટી વયના વ્યક્તિનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક મહિલાને સીડી પરથી નિકળી પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં તે દાઝી જતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.