ચેતજો : સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી મહિલાએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ
સુરતમાંથી માતા-પિતા માટે ચેતવણી રૂપ બાબત સામે આવી છે. જેમાં ત્રણ વર્ષના બાળકને એક અજાણી મહિલા ઉઠાવી ગઈ હોય તેવો મામલો સામે આવ્યો છે. આ મામલામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરિયાદ કરવામાં આવ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા છે. આ મામલામાં ડીસીપી, એસીપી અને ખટોદરા પોલીસના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણકારી અનુસાર, સુરતના સચિન વિસ્તારમાં આવેલા ઈશ્વર નગરમાં રહેનાર મૂળ ઉત્તર પ્રદેશના રાજેશ પોલ સંચા ખાતામાં નોકરી કરીને પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે. તે ઈશ્વર નગરમાં પત્ની એક ત્રણ વર્ષના બાળક શિવા સાથે રહ્યા છે. એવામાં ગઈ કાલના રાજેશ પોલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયેલા સંબંધીની ખબર કાઢવા માટે પત્ની અને બાળક સાથે ગયેલા હતા. તે સમયે ત્રણ વર્ષનો શિવા લોબીમાં રમી રહ્યો હતા. તે અચાનક ગુમ થઈ ગયો હતો. ત્યાર બાદ રાજેશભાઈ અને તેમના પત્ની દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. તેઓ સિક્યોરિટી પાસે ગયા હતા અને સમગ્ર બાબત જણાવી હતી. તેમ છતાં તેમની ફરિયાદ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું નહોતું અને હોસ્પિટલના વડાને મળવા માટે જણાવવામાં આવ્યું હતું. હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી ન લેવામાં આવતા રાજેશભાઈ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ની ઓફિસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવનીની સૂચનાથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચી આવ્યા અને આ મામલામાં તપાસ હાથ ધરી હતી. ખટોદરા પોલીસના સ્ટાફ દ્વારા સીસીટીવી ચેક કરતા સિવિલમાંથી એક અજાણી મહિલા બાળક શિવાને ઉઠાવી ગઈ હોવાનું જોવાનું મળ્યું હતું. ત્યાર પોલીસ દ્વારા શિવાને શોધવા માટે તપાસ હાથ ધરી હતી. તેમ છતાં હજુ સુધી શિવાની કોઈ જાણકારી મળી નથી. પોલીસ દ્વારા અન્ય સીસીટીવીની મદદથી મહિલાની શોધ હાથ ધરવામાં આવી છે.