સુરતમાં આરોપીને પોલીસ લોકઅપમાં રિલ્સ બનાવી ભારે પડી, જાણો સમગ્ર મામલો…
સુરત શહેર થી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. સુરતમાં રિલ્સ નો વિડીયો બનાવો એક યુવક ને ભારે પડ્યો છે. જેમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેને ત્યાર બાદ લોકઅપમાં નાખવામાં આવ્યો હતો તે સમયે આ વ્યક્તિ દ્વારા ફોનમાં લોકઅપમાંથી વિડીયો બનાવી ને વાયરલ કરવામાં આવ્યો હતો. એવામાં આ વિડીયો પોલીસ ના ધ્યાને જતા સચિન પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, સુરતમાં એક યુવક દ્વારા એકાદ વર્ષ અગાઉ સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં વીડિયો બનાવવામાં આવ્યો હતો. જેમાં ‘ભાઉ પોલિટિક્સ મેં જાયેગા તો ભીકુ ગેંગ ચલાયેગા’ નો વીડિયો બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ એકાદ વર્ષે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જે સચિન પોલીસના હાથે લાગી જતા સચિન પોલીસ દ્વારા વિડીયોના આધારે યુવકની અટકાયત કરવામાં આવી છે. તેમજ આ યુવકનું નામ સુબોધ ધર્મેન્દ્રભાઈ રમાણી હોવાની જાણકારી સામે આવી છે.
આ મામલામાં સચિન પોલીસ દ્વારા આ યુવકની અટકાયત કરવામાં આવી છે અને તેની જોડે વિડીયો ઉતારનારા બાળકિશોરની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મુદ્દે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેની સાથે પોલીસ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે ભવિષ્યમાં આ પ્રકારના વિડીયો ઉતારનારા સામે સખ્ત પગલા ભરવામાં આવશે.