Vadodara

બહારનું ખાતા પહેલા ચેતજો : વડોદરામાં કોલ્ડ્રિંક્સ ની બોટલ માંથી મકોડા નીકળ્યા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થો માંથી અનેક જીવજંતુઓ નીકળવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમકે અવારનવાર તેને લઈને ઘટનાઓ સામે આવી રહી છે. જ્યારે આજે આવી જ એક બાબત વડોદરાથી સામે આવી છે. વડોદરામાં કોલ્ડ્રિંક્સ ની બોટલ માંથી મકોડા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે.

જાણકારી મુજબ, વડોદરામાં પ્રખ્યાત મહાકાળી સેવ ઉસળ આવેલ છે. તેમાં શનિવારના બપોરના સમયે એક પરિવાર સેવ ઉસળ ખાવા માટે અહીં પહોંચ્યું હતું. જ્યારે આ પરિવાર દ્વારા મંગાવવામાં આવેલ કોલ્ડ્રિંક્સ ની બોટલ્સ પૈકી એક બોટલમાં બે મકોડા નીકળ્યા હતા. તેના લીધે આ પરિવાર દ્વારા રેસ્ટોરન્ટના કર્મચારીઓ ને ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ કર્મચારીઓ તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી. તેના લીધે આ પરિવાર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન ની આરોગ્ય શાખા ને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ અધિકારીઓ આ બાબતમાં સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનાને લઈને જણાવી દઈએ કે, વડોદરાના રહેનાર રિઅલ એસ્ટેટ એજન્ટ કૃણાલ ઠાકોર પરિવારને આ કડવો અનુભવ થયો હતો. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમારો પરિવાર આજે બપોરના સમયે પરિવાર સાથે મહાકાળી સેવ ઉસળ રેસ્ટોરાંમાં સેવ ઉસળ ખાવા માટે ગયેલા હતા. અમારા દ્વારા સેવ ઉસળ સાથે માઝા કોલ્ડ્રિંક્સ ની બોટલ્સ પણ મંગાવવામાં આવી હતી અને તેમના દ્વારા બોટલો ખોલી ને આપવામાં આવી હતી. એવામાં આ મારી દીકરી માઝા કોલ્ડ્રિંક્સની પીવા જઈ રહી હતી તે સમયે મને થોડું અજુગતું લાગ્યું હતું. તેના લીધે મેં મારી દીકરીને કોલ્ડ્રિંક્સ પિતા રોકી અને જોયું તો તેમાં બોટલના તળીયે મરેલા મકોડા રહેલા હતા.

ત્યાર બાદ હોટલ ના કર્મચારી ને કહ્યું કે, તમારા માલિક ને બોલાવો તો તેમણે કહ્યું કે, માલિક હાજર રહેલ નથી. ત્યાં હાજર મેનેજરને પણ અમારા દ્વારા માઝાની બોટલમાં મકોડા બતાવવામાં આવ્યા તો તેઓએ પણ યોગ્ય જવાબ ન અમે કોર્પોરેશનના આરોગ્ય ખાતામાં ફોન કરીને આ મામલામાં જાણ કરી હતી. ત્યાર બાદ તે સમયે અધિકારીઓ દ્વારા માઝાની કેટલીક બોટલોના સેમ્પલ લઇને કાર્યવાહી કરવામાં આવી છે.