સુરત માં ટ્યુશન પહોંચવાની ઉતાવળમાં ધો.-12ની વિદ્યાર્થિનીનો જીવ ગયો, જાણો સમગ્ર મામલો…
સુરત શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક દુઃખદ ઘટના ઘટી છે. સુરત ધો. 12 માં અભ્યાસ કરનાર સુરતની વિદ્યાર્થીનીએ ટ્યુશન વહેલા પહોંચવાની ઉતાવળ માં જીવ ગયો હોવાનું સામે આવ્યું છે. ટ્યુશન વહેલા પહોંચવાની ઉતાવળ માં વિદ્યાર્થીની ચાલુ ટ્રેન સાથે ટકરાઈ જતાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
જાણકારી અનુસાર, 5 જુલાઈ 2024 ના રોજ સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં રેલવેનો પાટો ક્રોસ કરતા સમયે 16 વર્ષની સગીરા ટ્રેન અડફેટે આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બાબતમાં મળતી જાણકારી મુજબ, સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં રહેનાર 16 વર્ષીય મેઘના જીતેન્દ્ર ઠાકરે ધો. 12 માં અભ્યાસ કરી રહી હતી. એવામાં 4 જુલાઈ 2024 ની સાંજના સાડા છ વાગ્યે ટ્યુશન માટે તે જઈ રહી હતી. આ દરમિયાન નવાગામ ડિંડોલી રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી તે સમયે તેનું ધ્યાન ટ્રેન તરફ જોયું નહોતું. એવામાં ટ્યુશન જવાની ઉતાવળમાં ચાલુ ટ્રેન તરફ ધ્યાન આપ્યા વગર તે રેલવે ટ્રેક ક્રોસ કરવા ગઈ અને ટ્રેનની અડફેટે આવી જતા તેનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું.
ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા સગીરાને મેઘના ને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. ફરજ પરના તબીબો દ્વારા સગીરાને મૃત જાહેર કરવામાં આવી હતી. આ બાબતમાં મૃતક મેઘના ના મામા પંકજ સોનવણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મારી ભાણેજને દરરોજ તેની મમ્મી ટ્યુશન મૂકવા જતી હતી પરંતુ ગઈકાલના તેની મમ્મીની તબિયત ખરાબ રહેલી હતી. તેના લીધે મેઘના જાતે ટ્યુશન જવા માટે નીકળી હતી. રેલવે પાટા ક્રોસ કરતા સમયે આ અકસ્માત સર્જાયો હતો. મૃતક મેઘના ઠાકરે વાત કરીએ તો તે મૂળ મહારાષ્ટ્ર ની હતી. તેના પિતાની વાત કરીએ તો જીતેન્દ્ર ઠાકરે સુરતમાં સંચા મશીન માં કારીગર રહેલા છે. જ્યારે દીકરી ના અચાનક મૃત્યુ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.