સુરતમાં સર્જાયેલ દુર્ઘટનાને લઈને થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો
સુરત શહેરમાંથી ગઈ કાલના એક દુઃખદ ઘટના સામે આવી હતી. સુરતના સચિન વિસ્તારમાં પાલી ગામમાં 6 માળની જૂની બિલ્ડિંગ ધરાશાયી થતા આ ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ નીપજ્યા છે. ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ દ્વારા બિલ્ડિંગ ના કાટમાળમાંથી ચાર પુરૂષ અને એક મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, સચિન ના પાલીગામમાં અચાનક છ માળનું મકાન ધસી પડતા અનેક લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. જેમાં ગઈકાલના મોડી સાંજે શરૂ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશન માં અત્યાર સુધીમાં પાંચ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં ચાર પુરુષ અને એક મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવેલ છે. એવામાં આ દુર્ઘટના બાદ સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે.
જાણકારી મુજબ, 2016 માં બનેલી આ ઇમારત આઠ વર્ષમાં જ ધરાશાયી થઈ જતા સવાલો ઉભા થયા છે. જ્યારે ધરાશાયી થયેલી ઇમારત ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં આ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યા છે તેને હાલ બંધ કરી દેવાયા છે.