South GujaratGujaratSurat

સુરતમાં બિલ્ડીંગ દુર્ઘટનાને થયો વધુ એક ખુલાસો, એક દિવસ પહેલા બિલ્ડીંગનો…

સુરતના સચિન વિસ્તારમાં મકાન ધરાશાયી થયેલ ઘટનાને લઈને આશ્ચર્યચકિત કરનારી બાબત સામે આવી છે. જ્યારે હવે જાણકારી સામે આવી છે કે, આ બિલ્ડીંગ માં રહેનાર શુભમ નામના એક યુવાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે. તેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એક દિવસ પહેલા બિલ્ડીંગ નો એક પિલર તૂટી ગયો હતો. તેના લીધે બિલ્ડીંગ જર્જરિત થઈ ગઈ હતી. ચાર-પાંચ દિવસ અગાઉ બિલ્ડિંગમાં રહેવા આવેલા શુભમ નો ભાઈ આ તૂટી પડેલા બિલ્ડીંગમાં દબાઈ ગયો હતો તેના લીધે તેનું મૃત્યુ નીપજ્યું છે. અભિષેક 17 વર્ષનો રહેલો હતો. અભિષેક અને પોતાનો ભાઈ શુભમ સાથે અહીંયા પાંચેક દિવસ પહેલા જ રહેવા માટે આવેલો હતો.

તમને જણાવી દઈએ કે, શુભમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગઈ કાલ સાંજના બિલ્ડીગનો એક પીલર તૂટેલો હતો. પરંતુ કોઈ દ્વારા તોડી નાખ્યો હોવાનું માની લીધું હતું. તેના લીધે સંપૂર્ણ બિલ્ડીંગ ધરાશાયી થઈ જશે એવી કોઈને કલ્પના પણ નહોતી કરી અભિષેક પણ થોડા દિવસો અગાઉ રોજીરોટી કમાવા વતન ઉત્તર પ્રદેશનાં અયોધ્યા થી સુરત આવ્યો હતો.

સુરતમાં સર્જાયેલા આ કેસમાં ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં રાજ વેકરીયા, રમીલા વેકરીયા અને અશ્વિન કાકડીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સચિન પોલીસ દ્વારા અશ્વિન કાકડીયા ની  ધરપકડ કરવામાં આવી હતી. આરોપી રાજ વેકરીયા અમેરિકામાં રહેતો હોવાનું સામે આવ્યું છે. અન્ય આરોપી રમીલા વેકરીયા ની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.