Gujarat

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ફરીથી ગુજરાત પ્રવાસે આવશે, જાણો શું છે કાર્યક્રમ…

લોકસભાની ચૂંટણીમાં બાદ ગુજરાત કોંગ્રેસ ફરી એક વખત મજબૂત કમબેક કરવાની તૈયારીઓમાં લાગેલું છે. એવામાં સમાચાર સામે આવ્યા છે કે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ફરીથી ગુજરાત પ્રવાસે આવવાના છે. 1 થી 15 ઓગસ્ટ દરમિયાન ન્યાય યાત્રામાં ભાગ લેવા રાહુલ ગાંધી આવે તેવી શક્યતા રહેલી છે. એક સીટ જીત્યા બાદ રાહુલ ગાંધીનું હવે સીધું ટાર્ગેટ ગુજરાત છે. સદનમાં પણ રાહુલ ગાંધી દ્વારા ભાજપને ખુલ્લો પડકાર ફેંકવામાં આવતા જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમે ભાજપને સો ટકા હાર આપીશું.

તમને જણાવી દઈએ કે, અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેની સાથે જ દુર્ઘટનામાં પીડિતોના પરિવારજનોની મળીને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. હવે ફરી રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના છે. 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કઢાશે. મોરબી થી ન્યાય યાત્રા ની શરૂઆત કરાશે. ત્યારબાદ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈને 15મી ઓગસ્ટના અમદાવાદ આવશે અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાય યાત્રાનું આયોજન કરાયું છે.

નોંધનીય છે કે, રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજ કાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના દલિત કાંડ દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવવાની છે. મોરબી થી ન્યાય યાત્રા ની શરૂઆત કરાશે. ત્યારબાદ ટંકારા, રાજકોટ, વિરમગામ, સાણંદ થઈને 15મી ઓગસ્ટના અમદાવાદ પહોંચશે અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ન્યાયયાત્રાનું આયોજન કરાયું છે.

અમદાવાદથી વાયા વડોદરા થઈને ન્યાય યાત્રા સુરત પહોંચવાના છે. આ દરમિયાન રાહુલ ગાંધી રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટ કાંડ, મોરબી બ્રિજકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના દલિત કાંડ દુર્ઘટના પીડિતોના પરિવારજનો સાથે મુલાકાત કરવાના છે. તેની સાથે ફાસ્ટ ટ્રેક માં કેસ ચલાવવામાં આવે તેવી માંગ પણ કરાશે.