રાજ્યમાં હજુ પણ ભારે વરસાદ વરસવાનો છે. કેમ કે, આજથી રાજ્યમાં વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાના લીધે આગામી કલાકો માં ભારે વરસાદ વરસી શકે છે. તાજેતરના સમાચાર મુજબ, રાજ્યમાં સૌરાષ્ટ્ર થી લઇને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તેના સિવાય ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં વરસાદ વરસવાનો છે.
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આજથી એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના લીધે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, રાજકોટ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની વરસવાની આગાહી છે.
જ્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં માછીમારોને દરિયો ના ખેડવા સૂચના ઓ આપવામાં આવી છે. કેમ કે, આ સમયે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. ઉત્તર ગુજરાતમાં બે જિલ્લા સાબરકાંઠા અને અરવલ્લી માં હવામાન વિભાગ દ્વારા વરસાદ નું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
તેની સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 20 % થી વધુ વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં 39.74 સૌથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે ઉતર ગુજરાત ઝોનમાં 21.52, દક્ષિણ ગુજરાત ઝોનમાં 37.65, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 22.26 અને કચ્છ ઝોનમાં 39.10 ટકા વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે.