South GujaratGujaratSurat

સુરતના ઉધના વિસ્તારમાં દેહ વ્યાપારનું રેકેટ પકડાયું, ગ્રાહક-સંચાલક સુધી પાંચ ઝડપાયા

સુરતમાં સતત કૂટણખાનાની પકડાયાની અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં આજે તેવા જ સમાચાર સામે આવ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં પ્રભુનગર માંથી પોલીસ દ્વારા કૂટણખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસ દ્વારા દલાલ સહિતનાને ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણકારી મુજબ, ઉધનાના પ્રભુનગર માં પ્રથમ માળ પર 700 રૂપિયામાં ચાલતા સેક્સ રેકેટનો ઉધના પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળથી યુવતીઓ ને સપ્લાય કરનાર, દલાલ, ગ્રાહક સહિત પાંચને પકડી પાડવામાં આવ્યા છે. એક ગ્રાહક દીઠ 700 રૂપિયા લેવામાં આવતા હતા. જેમાંથી યુવતીને 300 અને 400 રૂપિયા દલાલ અને સપ્લાયર સહિતની વહેંચણી કરી લેવામાં આવતી હતી.

પોલીસ દ્વારા રૂમમાંથી બાંગ્લાદેશી યુવતી સહિત ત્રણ યુવતીઓને વેશ્યાવૃતિના ધંધામાંથી મુક્ત કરાવવામાં આવી હતી. આ કુટણખાનું જીગ્નેશ અને જમાલ બહારથી યુવતીઓ ને  બોલાવી ચલાવવામાં આવતું હતું. ઉધના પોલીસ દ્વારા આ મામલામાં સૂત્રધાર જીગ્નેશ અરવિંદ લખાણી, નુરજમાલ શેખ હકીમ, દલાલ સકોર એનામુલ્હાર, અપતારઉદ્દીન અબ્બાસુદ્દીન મોલ્લા અને ગ્રાહક આરીફ આલમ ખાનની ધરપકડ કરવામાં આવી છે.