South GujaratGujaratValsad

વલસાડ આરટીઓમાં મનપસંદ નંબર મેળવવા કારમાલિકે ખર્ચ્યા અધધ રૂપિયા….

લોકોને મોંઘી કાર ખરીદવાનો જેટલો શોખ હોય છે તેટલો જ તેમની પસંદગીનો નંબર મેળવવા નો રસ રહેલો હોય છે. તેના માટે તે પણ ગમે તેટલા પૈસા ખરીદવા તૈયાર થઈ જાય છે. એવા ગુજરાત સરકાર દ્વારા લોકો માટે નંબર મેળવવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. જ્યારે મનપસંદ નંબર મેળવવા માટે દરેક જિલ્લાના આરટીઓ ઓનલાઇન હરાજી શરુ કરવામાં આવી છે. એવામાં વલસાડમાં મનપસંદ નંબર મેળવવા માટે એક વ્યક્તિ દ્વારા અધધધ રૂપિયા આપવામાં આવ્યા છે.

વલસાડ આરટીઓ માં નવી સિરીઝમાં 0001 નંબર પ્રાપ્તિ માટે હરાજી કરાઇ હતી. જેમાં એક વ્યક્તિ દ્વારા આ નંબર મેળવવા માટે 10.50 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. તેના લીધે લોકો ચકિત થઈ ગયા હતા.

તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, લોકો પોતાના વાહનનો મનપસંદ નંબર મેળવવા માટે ગમે તેટલા રૂપિયા ખર્ચી નાખે છે. તેની સાથે આ નંબરની સાથે બીજા નંબરો પર બોલી લગાવવામાં આવી હતી. એક વ્યક્તિ દ્વારા મનપસંદ નંબર મેળવવા માટે પાંચ લાખ સુધીની બોલી લગાવવામાં આવી હતી. તેના લીધે વલસાડ આરટીઓ ને આ હરાજીમાંથી ઘણી કમાણી થઈ ગઈ હતી. વલસાડમાં નંબરોની લાગેલી બોલી વાત કરીએ તો તેમાં GJ15 CQ 0001-10.51 લાખ, GJ15 CQ 1000-7.01 લાખ, GJ15 CQ 0009-5.51 લાખ અને GJ15 CQ 5555-1.25 લાખની બોલી લગાવવામાં આવી હતી.