દાહોદ તાલુકામાં યુથ કોંગ્રેસના નેતાની પોલીસે વિદેશી દારૂ સાથે કરી ધરપકડ
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા કિમિયા અપનાવીને દારૂ ઘૂસાડવા માટે પ્રયાસ કરતા હોય છે. પરંતુ ગુજરાત પોલીસની ચાંપતી નજર થી તે બચી શકતા નથી. જ્યારે નેતાઓ પણ આ ધંધામાં હવે જોડતા જોવા મળી રહ્યા છે. બે દિવસ અગાઉ અમદાવાદ ના એક રાજકીય અગ્રણી દારૂમાં પકડાયા હોવાનું સામે આવ્યું છે. તે દરમિયાન કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. એવામાં આજે દાહોદમાં કોંગ્રેસ યુથ પ્રમુખ દારૂ વેચતા ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. 27 જુલાઈના એલસીબીએ ની ટીમ દ્વારા બાતમીના આધારે દાહોદ કોંગ્રેસ ના યુથ પ્રમુખ ને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદ એલસીબીએની ટીમ દ્વારા બાતમીના આધારે દાહોદ તાલુકા ના યુથ કોંગ્રેસ પ્રમુખ સુનિલ રામસિંહ બારીયાના ઘર પર રેડ પાડવામાં આવી હતી. તે દરમિયાન કોંગ્રેસના આ નેતાના ઘરેથી પાંચ હજારનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી દારૂ સાથે કોંગ્રેસ નેતા ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, દારૂ સાથે ઝડપાયેલા કોંગ્રેસ નેતા સુનિલ રામસિંગ બારીયા મૂળ ઉસરવાણ ટીંડોરી નિશાળ ફળિયામાં રહી રહ્યા હતા. હાલમાં કોંગ્રેસ નેતા સુનિલ રામસિંગ બારીયા ની ધરપકડ કરી આ મામલામાં આગળની કાર્યવાહી કરતા જેલભેગા કરી દેવામાં આવ્યા છે.