GujaratAhmedabad

ચોટીલા હાઇવે પર આઇસર, ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, એકનું મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માત માં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે.ત્યારે વધુ એક અકસ્માત સાયલા ચોટીલા હાઈવેથી સામે આવ્યો છે.

સાયલા ચોટીલા હાઇવે આઇસર, ટ્રેલર અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં આઈસર ચાલકનું મૃત્યુ નીપજ્યું છે. સાયલાના ડોળીયા આયા ગામ વચ્ચે અકસ્માતમાં આઈસરના આગળના ભાગનો કુચ્ચો બોલી ગયો હતો. ત્યારે અકસ્માત ના લીધે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી વાહનોને ટ્રાફિકજામ દૂર કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના મોકળ ગામના ડ્રાઈવર રમેશભાઈ લાલજીભાઈ શિયાણિયા આઈસર લઈને સાયલા-ચોટીલા હાઈવેથી જઈ રહ્યા હતા. તે સમયે સાયલાના ડોળિયા આયા ગામ નજીક આઈસર ચાલકને અચાનક જોકું આવી જતા આઈસર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર ચાલી ગઈ હતી. તેના લીધે આઈસર ટ્રેલર અને કાર સાથે ટકરાઈ જતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આઈસરના કેબિનનો કુચ્ચો બોલી ગયો હતો.

તેની સાથે જણાવી દઈએ કે, અકસ્માત સર્જાતા આઈસર ચાલક રમેશભાઈ લાલજીભાઈ શિયાણિયાનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાના લીધે હાઈવે પર પસાર થતા લોકો દ્વારા 108 અને સાયલા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ 108 અને પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો હતો. મૃતદેહને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ અકસ્માતના લીધે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસ દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેન મારફતે હટાવી ટ્રાફિકજામ ખુલ્લો કરવામાં આવ્યો હતો. જ્યારે આઈસર ચાલકના મૃત્યુથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.