South GujaratGujaratSurat

સુરત જિલ્લાના પાંડેસરામાં 10 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત, કારણ જાણીને ઉડી જશે તમારા હોશ…

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં આજે સુરત શહેર થી આવી જ એક બાબત સામે આવી છે. જેમાં 10 વર્ષના બાળક દ્વારા ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, સુરતના પાંડેસરામાં રિલ્સ જોતા બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતા નાના ભાઈ યશ ગુપ્તા દ્વારા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

જાણકારી મુજબ, સુરત જિલ્લાના પાંડેસરામાં 10 વર્ષના બાળક દ્વારા ગળે ફાંસો ખાઇ આપઘાત કરવામાં આવ્યો હતો. જેમાં રિલ્સ જોતા બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો આ વાતનું માઠું લાગતા ભાઈ યશ ગુપ્તા દ્વારા બાજુ ની રૂમમાં જઈ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેવામાં આવ્યો હતો.

ત્યાર બાદ પરિવાર દ્વારા દીકરાને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તે ત્યાં દરમિયાન હાજર રહેલા તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેની સાથે વાલીઓ મોબાઈલની લત આપતા પહેલા સો વખત વિચારો કેમ કે, બાળકોની આ નાની જીદ પૂરી કરવા માટે પરિવારને મોટો આઘાત સહન કરવાનો વારો આવી શકે છે.