રાજ્યમાં ચાંદીપુરા વાયરસ નો ભય સતત ફેલાઈ રહ્યો છે. કેમ કે, ચાંદીપુરા વાયરસ ના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ચાંદીપુરા વાયરસના અત્યાર સુધી 148 કેસ સામે આવ્યા છે. ચાંદીપુરા પોઝિટિવ કેસની સંખ્યા પણ વધી ને 56 પહોંચી ગઈ છે. આ વાયરસના લીધે 61 દર્દીઓના જીવ ગયા છે.
તમને જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસ થી 11 વર્ષના બાળકનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે દિવસ પહેલા વસ્તડી ગામના બાળકનો ચાંદીપુર વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું હતું. બાળકને રાજકોટની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા થી બે બાળકોના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે અન્ય ત્રણ બાળકોને સારવાર આપવામાં આવી રહી છે.
તેની સાથે ચાંદીપુરા વાયરસની વાત કરીએ તો મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં આ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. તે સમયે ટેકનોલોજી અને હોસ્પિટલોના અભાવના લીધે અનેક બાળકોના મૃત્યુ નીપજ્યા હતા. તે દરમિયાન આ વાયરસ ક્યાંથી આવ્યો છે તેની કોઈને પણ ખબર પડી નહોતી. તેમ છતાં ચાંદીપુરા ગામમાં પહેલો કેસ સામે આવ્યો હોવાના લીધે આ વાયરસને ચાંદીપુરા વાયરસ નામથી ઓળખવા લાગ્યા છે. જ્યારે વર્ષ 2010 થી આ ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો છે. વધુમાં જણાવી દઈએ કે, આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીના લીધે ફેલાય છે.