વડોદરાથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. વડોદરામાં આવેલી ખાનગી યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થિનીને સાત દિવસથી પેટમાં દુઃખાવો અને ઉલ્ટીની તકલીફ હોવાના લીધે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાં આવી હતી. એવામાં જાણકારી મુજબ, ડોકટરની દવા સાથે ગઈ કાલના તાંત્રિક બ્દ્વારા આપવામાં આવેલ પાવડર ખાધા બાદ તબિયત વધુ બગડતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. તે દરમિયાન ફરજ પર રહેલા તબીબ દ્વારા વિદ્યાર્થિનીને મૃત જાહેર કરવામાં આવી હતી. આ વિદ્યાર્થિનું અવનીત ગોવિંદ શર્મા છે.
તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ ની રતલામ ની અને વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં છેલ્લાં ત્રણ વર્ષથી અભ્યાસ કરનાર 19 વર્ષીય અવનીત ને સાત દિવસ પહેલા પેટમાં દુખાવો અને ઉલટી ની તકલીફ થઈ હતી. તેના લીધે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. એવામાં ગઈ કાલે મોડી રાત્રીના પોતાના ઘરે ડોક્ટર દ્વારા આપેલી દવા અને તાંત્રિક દ્વારા આપવામાં આવેલ પાવડર પીઘા પછી તેની તબિયત વધુ બગડી ગઈ હતી. ત્યાર બાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા તેને ત્યાં હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી.
ત્યાર બાદ આ બનાવની જાણ કપુરાઇ પોલીસ સ્ટેશન કરાઈ હતી. તેની સાથે અવનીતના પિતાને પણ આ બાબતમાં જાણ કરવામાં આવી હતી. જ્યારે દીકરી ના મોત નાં સમાચાર સાંભળી પિતા મધ્યપ્રદેશથી વડોદરાથી પહોંચ્યા હતા. આ મામલામાં કપુરાઇ પોલીસ દ્વારા યુવતીના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી આ મામલામાં વધુ કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે પીએમ બાદ દીકરીના પિતા મૃતદેહને પોતાના વતન લઈને જવા નીકળ્યા હતા.