GujaratAhmedabad

કોંગ્રેસ ની ન્યાય યાત્રા મુદ્દે પૂર્વ નાયબ મૂખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન

મોરબીથી કોંગ્રેસ ની ગુજરાત ન્યાય પદયાત્રાની આજથી શરૂઆત થવાની છે. મોરબીના ઝુલતા પુલ ના દરબાર ગઢ પાસેથી આ યાત્રા નીકળવાની છે. સરકારના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આ મોટી યાત્રા નીકાળવામાં આવી છે. આ યાત્રા મોરબી થી રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર થી અમદાવાદ થી ગાંધીનગર પહોંચવાની છે. જેમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ યાત્રામાં જોડાવવાના છે. એવામાં કોંગ્રેસ ની ન્યાય યાત્રા મુદ્દે નીતિન પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં હાલમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાયેલ છે. સમગ્ર રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે. મારી દ્રષ્ટિએ અત્યારે રેલીનું આયોજન અપ્રાસંગિક રહેલ છે. રેલીનો કોંગ્રેસ દ્વારા જે હેતુ રાખવામાં આવ્યો છે તે અપ્રાસંગિક રહેલો છે. જે મુદ્દાને લઈને રેલી યોજાઈ રહી છે તેના પર સરકાર અને હાઈકોર્ટે પગલાં ભરવામાં આવ્યા છે. સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, જુના બનાવો ને આગળ કરીને કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી રહી છે તે યોગ્ય નથી. કોંગ્રેસને રાજકારણ જ ચલાવવું હોય તો અનેક પ્રસંગો આવતા હોય છે. અનેક કારણો એવા છે કે, જેને લઇ કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈ શકે છે. અસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા માટે કોંગ્રેસ રેલી યોજવામાં આવી રહી છે.