નવસારીની સગીરાને ભગાડી ગયેલો વ્યક્તિ મેરઠથી ઝડપાયો, પોલીસે ભાડુઆત બની પાડ્યો સમગ્ર ખેલ
ચીખલી ગામમાં સગીરાને ભગાડી જુનાર યુવાનને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ યુવાન બે મહિના અગાઉ ચીખલીની સગીરાને લગ્નની લાલચ આપી મેરઠ ભગાડી ગયો હતો. તેને ચીખલી પોલીસ દ્વારા ભાડુઆત બની પકડી પાડવામાં આવ્યો છે. ભોગ બનનાર યુવતી અને આરોપી યુવાનને નવસારી લાવી પોલીસ દ્વારા POCSO એક્ટ હેઠળ યુવાનની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ મામલાને લઈને જણાવી દઈએ કે, યુપીમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરનાર 23 વર્ષીય ગૌરવ ઉર્ફે સૂરજ નંદકિશોર કશ્યપ પિતાને મદદરૂપ થવાના કારણોસર નવસારીના ચીખલી આવતો રહેતો હતો. એવામાં આ દરમિયન સ્થાનિક સગીરા સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. ત્યાર બાદ ગૌરવ દ્વારા સગીરા સાથે પહેલા મિત્રતા કરવામાં આવી અને પછી મોબાઈલ નંબરની આપ લે કરી હતી. પછી ફોન પર વાતો ચાલો કરી દીધી હતી. એવામાં ગૌરવ દ્વારા સગીરાને લગ્નની લાલચ આપવામાં આવી હતી. એવામાં ગૌરવ યુપીના મેરઠમાં રહી રહ્યો હતો. જ્યારે સગીરા નવસારીના ચીખલી તાલુકાના એક ગામમાં રહી હતી. ત્યાર બાદ ગૌરવના પ્રેમમાં પાગલ ગત 8 જૂનના રોજ ચીખલીથી કોઈને કહ્યા વગર ઘરથી નાસી ગઈ હતી. મનોજ સાથે સતત સંપર્કમાં રહીને સગીરા દિલ્હી સુધી આવી પહોંચી હતી. ત્યાંથી ગૌરવ સગીરાને દિલ્હીથી મેરઠ લઈને ચાલ્યો ગયો હતો.
જ્યારે સગીરા ઘરે ન પહોંચતા પરિવારજનો દ્વારા સગીરાની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ ચીખલી પોલીસ સ્તેશનમાં સગીરાના ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી. સગીરાને લગ્નની લાલચ આપી યુવાન ભગાડી ગયો હોવાની શંકા તેમની માતા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલેન્સને આધારે બે મહિનામાં જ ગૌરવને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ મામલામાં પોલીસની એક ટીમ મહિલા કોન્સ્ટેબલ સાથે મેરઠ ગઈ હતી અને ગૌરવ તથા સગીરા જે વિસ્તારમાં રહી રહ્યા હતા. તે જગ્યાએ વેશ પલટો કરીને ગયા હતા. ભાડુઆત તરીકે રહેવા માટેની પૂછપરછ કર્યા બાદ સગીરા અને ગૌરવ ત્યાં જ રહી રહ્યા છે તેની ખાતરી કરી લીધી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા બંનેને ઝડપી નવસારી લાવવામાં આવ્યા હતા.
તેની સાથે ચીખલી પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાની ફરિયાદને આધારે ગૌરવ કશ્યપ વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સગીરાને મેડિકલ તપાસ કરાવ્યા બાદ તેના માતા પિતાને સોંપી દેવામાં આવી છે. આરોપી ગૌરવ કશ્યપને નવસારી કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.