GujaratAhmedabad

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું લાંબી બિમારી બાદ અવસાન

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર દુઃખ પહાડ તૂટી પડ્યો છે. તેમના પિતા રમેશચંદ્ર સંઘવીનું આજે એટલે ૧૭ ઓગસ્ટના રોજ મૃત્યુ નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે તેઓ છેલ્લા થોડા સમયથી નાદુરસ્ત તબિયતથી પીડાઈ રહ્યા હતા. ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં તે સારવાર હેઠળ રહેલા હતા. જ્યારે આજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીની વાત કરીએ તો તેમની તબિયત છેલ્લા થોડા મહિનાઓથી ખરાબ ચાલી રહી હતી. જ્યારે કોરોનાકાળ બાદ સારવાર માટે તેમને હૈદરાબાદ પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. એવામાં પિતાની તબિયત ખરાબ હોવાના લીધે છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવી દ્વારા પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા હતા. હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા હતા.

તેની સાથે જણાવી દઈએ કે, રમેશચંદ્ર સંઘવી હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હોવાની સાથે બીજી અન્ય સેવાભાવી સંસ્થાઓ સાથે પણ સક્રિય હતા. આ સિવાય જૈન સમાજમાં સેવાભાવી વ્યક્તિ તરીકે તેમના દ્વારા ઓળખ બનાવવામાં આવી હતી. તેની સાથે સાંજના સમયે ઉમરા સ્મશાન ગૃહ ખાતે તેમનો અંતિમ સંસ્કાર કરાશે. જ્યારે તેમની અંતિમયાત્રા પાર્લે પોઇન્ટ ધર્મ પેલેસથી ઉમરા સ્મશાન ગૃહ સુધી નીકળવાની છે.