સુરતના ઉમરપાડામાં બાઈક સ્લીપ થતા બે યુવકોના મોત, એકનો બચાવ
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. એવામાં આજે સુરતથી આવા જ સમાચાર સામે આવ્યા છે.
સુરતમાં ઉમરપાડા તાલુકાના નવી વસાત વિસ્તારમાં આવેલ ખોટા રામપુરા ગામમાં બાઈક સ્લીપ થઈ જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બે યુવકો મુર્ત્યું નીપજ્યા હતા જ્યારે એક યુવકને ઈજા પહોંચી છે. જ્યારે હાલમાં ઈજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ઉમરપાડા તાલુકાના ખૌટારામપુરા ગામના આકાશ ધીરુ ઉર્ફે ધારાસીંગ વસાવા, માનસિંગભાઈ વસાવા અને વિજ્ઞેશ રોહિતભાઈ વસાવા ત્રણે મિત્રો બાઈક ચિમીપાતલ ગામ તરફની જઈ રહ્યા હતા. તે સમયે આકાશ દ્વારા બાઈક ચલાવવામાં આવી રહ્યું હતું એવામાં અચાનક પથ્થર સાથે ટકરાઈ જતા બાઈક સ્લીપ ખાઈ ને રસ્તા પર પટકાયું હતું. તેના લીધે ઘટનાસ્થળ પર જ આકાશ અને સંતોષનું મૃત્યુ નીપજ્યું હતું. પરિવારમાં ભારે આક્રંદ
જ્યારે વિજ્ઞેશ વસાવાને બાઈક પરથી પડતા ઈજા પહોંચી હતી. તેને ત્યાર બાદ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવાયો હતો. મૃતક સંતોષ વસાવાની વાત કરીએ તો તે ત્રણ બહેનો નો એકનો એક ભાઈ રહેલ હતો. સમગ્ર ઘટનાની જાણકારી મળતા ઉમરપાડા પોલીસનો કાફલો પહોંચી આ મામલામાં વધુ કાર્યવાહી શરૂ કરી હતી. જ્યારે એક જ ગામના બે યુવકોના મૃત્યુ થતા સમગ્ર ગામમાં શોકમય વાતાવરણ બન્યું છે. આ ત્રણેય યુવક ની વાત કરીએ તો તે સાંજના સમયે ફરવા માટે નીકળ્યા હતા. એવામાં તેમના બાઈકનો આ રીતે અકસ્માત સર્જાયો હતો.