વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટે પલટી ખાતા દુઃખદ ઘટના સર્જાઈ હતી. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકો ડૂબી જવાના લીધે મૃત્યુ પામ્યા હતા. જ્યારે આ ઘટના બાદ મૃતકના પરિવાજનો દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. એવામાં હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, હરણી બોટકાંડમાં મૃતક બાળકોના પરિવારજનો દ્વારા વિશ્વામિત્રી નદીમાં કુદી આપઘાતની ચીમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ હરણી બોટકાંડમાં મૃતક બાળકોના પરિવારજનો એકઠા થયા હતા. જ્યારે આ દરમિયાન આ પરિવાજનો દ્વારા પૂર્વ મ્યુનિસપિલ કમિશનર વિનોદ રાવનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે બોટકાંડમાં મૃતક બાળકોના વાલીઓ દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે, વિનોદ રાવ વડોદરામાંથી જશે નહીં તો તે લોકો વિશ્વામિત્રી નદીમાં કુદી આપઘાત કરી જીવન ટૂંકાવી દેશે. વિનોદ રાવની વાત કરીએ તો તે હાલમાં વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોની સહાય અને દેખરેખ માટે ખાસ ફરજ પરના અધિકારી તરીકે વડોદરામાં આવેલા છે.
નોંધનીય છે કે, હરણી બોટકાંડ દરમિયાન વિનોદ રાવ ગુજરાત સરકારના વડોદરાના પ્રભારી સચિવ રહેલા હતા. તે પહેલા જયારે હરણી તળાવમાં કંપનીને આ પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યો તે સમયે વડોદરા શહેર મ્યુનિસપિલ કમિશ્નર રહેલા હતા.
તેની સાથે હરણી બોટકાંડ બાબતમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા વડોદરાના બે પૂર્વ મ્યુનિસપિલ કમિશ્નર વિનોદ રાવ અને એચએસ પટેલ સામે પગલા ભરવા માટે તાકીદ કરવામાં આવી હતી. હરણીકાંડની કંપની દ્વારા પ્રોજેક્ટની ખોટી રીતે મંજૂરી આપવામાં આવી હોવાનું હાઇકોર્ટ દ્વારા તારણ કાઢવામાં આવ્યું હતું. બંને અધિકારી સામે પગલા લેવા માટે હાઇકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, 18મી જાન્યુઆરીના રોજ વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટે પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. જેમાં ૧૨ બાળકો અને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા હતા. આ દુર્ઘટનાને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વાઘોડિયાની સનરાઇઝ સ્કૂલ ના બાળકો રહેલા હતા. જ્યારે બોટિંગ દરમ્યાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડી ગયું હતું. તેના લીધે બોટ પલટી જતા બાળકો તળાવમાં ડૂબી ગયા હતા