GujaratAhmedabad

હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતમાં આ તારીખના વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બન્યો છે. એવામાં ગુજરાત  પર આશના વાવાઝોડાનો ખતરો રહેલો હતો. જ્યારે હવે આ વાવાઝોડાને લઈને સમાચાર સામે આવ્યા છે કે, આ વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયેલ છે. તેમ છતાં વાવાઝોડાની અસરના લીધે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે ગુજરાતમાં વરસાદનો ત્રીજો મોટો રાઉન્ડ આવવાનો છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આવતી કાલથી ફરીથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાનું છે. આવતી કાલના રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 50 ટકા વધુ વરસાદ વરસ્યો છે. તેની સાથે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સુચના આપી છે.

હવામન વિભાગ ની આગાહી મુજબ, સવારના રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે. તેમાં પણ કચ્છ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ડાંગ અને છોટાઉદેપુરમાં એજ હળવો વરસાદ રહેવાનો છે.

તેની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલાં ગુજરાતમાં સપ્ટેબરમાં 3 થી 10 વચ્ચે વરસાદની શક્યતા રહેલી છે. સપ્ટેમ્બરમાં બીજા અઠવાડિયામાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. જ્યારે કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જવાની શક્યતા રહેલી છે.