સુરેન્દ્રનગર ના વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખના યોજાશે મેળો…
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ જોવા મળ્યો છે. તેના લીધે અનેક જિલ્લાઓ માં વરસાદી પાણી ભરાયા હતા. પરંતુ હવે વરસાદ દ્વારા વિરામ લેવામાં આવ્યો છે. જ્યારે હવે વરસાદના વિરામ બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વરસાદના વિરામ બાદ સુરેન્દ્રનગર ના વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને લઈને મોટી જાણકારી સામે આવી છે. આગામી છઠ્ઠી ના રોજ નવમી સપ્ટેમ્બર સુધી તરણેતરનો મેળો યોજાવાનો છે. આ બાબતમાં સાંસદ, ધારાસભ્ય, પંચાયતો ના પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ભાજપ સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા કલેકટર કે. સી. સંપટ ની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર નો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને ચાર દિવસ માટે યોજવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આ મેળો આગામી છઠ્ઠીથી નવમી સપ્ટેમ્બર સુધી મેળો યોજવાનો છે. જ્યારે તરણેતરના મેળાની કામગીરી 31 મી ઓગસ્ટ થી શરૂ કરાશે.
નોંધનીય છે કે, ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. આ કારણોસર રાજકોટનો લોકમેળો રદ કરાયો હતો. સ્ટોલ ધારકો દ્વારા ભરેલી રકમ તથા ડિપોઝિટની 100 ટકા રકમ પરત આપવાનો નિર્ણય લેવાયો હતો.
તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આવતી કાલથી ફરીથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાનું છે. આવતી કાલના રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 50 ટકા વધુ વરસાદ વરસ્યો છે. તેની સાથે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સુચના આપી છે.