SaurashtraGujaratRajkot

રાજકોટ : ચોરીના આરોપમાં રહેલ યુવકે પોલીસ સ્ટેશનના બાથરૂમમાં ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ  રહ્યો છે. એવામાં આજે આવી જ એક બાબત રાજકોટ જિલ્લાના ધોરાજી થી સામે આવી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં એક યુવાન દ્વારા બાથરૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ યુવાનને ચોરીના ગુનામાં લોકો દ્વારા પકડવા આવતા તેને પોલીસ સ્ટેશન સોંપી દેવામાં આવ્યો હતો.

પોલીસ  દ્વારા આ બાબતમાં યુવકની પૂછપરછ કરવામાં આવી રહી હતી. તે સમયે ઇન્ટ્રોગેશન રૂમના બાથરૂમમાં આ યુવાન દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેને પ્રાથમિક મેડીકલ સારવાર આપી હતી, પરંતુ આ યુવાન જીવ ચાલ્યો ગયો હતો. સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તબીબ દ્વારા યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાલમાં આ મામલામાં વધુ તપાસ શરૂ કરી છે.

આ મામલામાં નાયબ પોલીસ અધિકારી રોહિત ડોડીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધોરાજીનો 30 વર્ષીય કમલેશ કેશવજી ભાઈ પરમાર નામના યુવક દ્વારા ધોરાજી સિટીમાં હનુમાન ના મંદિર નજીક ચોરી કરવા માટે ગયો હતો. તે સમયે લોકો દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો અને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. એવામાં પોલીસ સ્ટેશનના ઇન્ટ્રોગેશન ના બાથરૂમમાં જઈને ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. તેના લીધે પોલીસ દ્વારા 108 એમ્બ્યુલન્સ ને બોલાવવામાં આવી હતી અને પ્રાથમિક સારવાર માટે યુવાનને CPR અપાયું હતું.

આ સાથે વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે, આ યુવાન દ્વારા પોલીસ સ્ટેશનમાં જ ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કરવામાં આવતા તાત્કાલિક જ એમ્બ્યુલન્સ ને બોલાવી લેવામાં આવી હતી. ત્યાર બાદ યુવાન ને બચાવવા માટે CPR મારફત પ્રાથમિક મેડિકલ ટ્રીટમેન્ટ અપાઈ હતી. તેના પછી આ યુવાનને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તેમ છતાં તે દરમિયાન તબીબ દ્વારા આ યુવાન ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેના લીધે પોલીસ દ્વારા મૃત્યુ નોંધ લઈને આ મામલામાં વધુ તપાસ શરૂ કરી છે.