GujaratAhmedabad

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને કરી મોટી આગાહી, આ તારીખના રોજ ભારે વરસાદ વરસશે

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારતે વરસાદના લીધે અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગ દ્વારા વરસાદને આગાહી કરવામાં આવી છે. તેની સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું કે, આજથી રાજ્યમાં વરસાદનું જોર વધવાનું છે.  બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના લીધે ગુજરાતમાં ભારે વરસાદ વરસવાનો છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેવાનું છે. જ્યારે ભાવનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદનું જોર વધવાનું છે. તેના સિવાય બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને દિયોગરમાં પણ અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. અન્ય જિલ્લાની વાત કરવામાં આવે તો આણંદ, નડિયાદ અને કપડવંજમાં પણ વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. પરેશ ગોસ્વામી મુજબ ગુજરાતમાં 3 થી 9 સપ્ટેમ્બર સુધી વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

જ્યારે હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં વરસાદના થોડા દિવસ વિરામ બાદ ફરી વરસાદી માહોલ બન્યો છે. એવામાં હવામાન વિભાગ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ત્રણથી સાત સુધીમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા 3 સપ્ટેમ્બરના રોજ એટલે ભરૂચ અને સુરતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવેલ છે. જ્યારે ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તેની સાથે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને છોટા ઉદેયપુર માં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જયારે ચાર સપ્ટેમ્બર ના રોજ કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી અને ડાંગ માં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપ્યું છે. તેની સાથે 5 સપ્ટેમ્બરના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 6 સપ્ટેમ્બરના રોજનવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવેલ છે. તેની સાથે 7 સપ્ટેમ્બરના રોજ નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.