રાજકોટ : આટકોટ શિક્ષણ સંકુલમાં અભ્યાસ કરનાર યુવતી પર દુષ્કર્મનો મામલો, આરોપી પરેશ રાદડિયાની ધરપકડ
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે અવારનવાર દુષ્કર્મ, હત્યા, છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક બાબત રાજકોટના જસદણમાં ઘટી હતી. જસદણ ના આટકોટ ની ડી. બી. પટેલ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થી સાથે દુષ્કર્મની ઘટના મામલો સામે આવ્યો હતો. જ્યારે હવે આ મામલામાં પોલીસને મળી સફળતા મળી છે. પોલીસ દ્વારાઆ મામલામાં આરોપી પરેશ રાદડિયા ની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના આટકોટ શિક્ષણ સંકુલ માં ઘટી હતી.
ઘટનાને લઈને જણાવી દઈએ કે, છેલ્લા એક મહિનાથી વધુ નો સમય પસાર થઈ ગયો હોવા છતાં મુખ્ય આરોપી પોલીસ થી પકડથી દૂર રહેલો હતો. તેમ છતાં પોલીસ દ્વારા પરેશ રાદડિયા ને ઝડપી પાડવામાં આવ્યો છે. વિદ્યાર્થિની દ્વારા છાત્રાલય આટકોટનાં ટ્રસ્ટી અરજણભાઈ રામાણી, પાંચવડા ગામ નાં પૂર્વ સરપંચ મધુ ટાઢાણી વીરનગર ગામનાં જિલ્લા પંચાયતનાં સભ્યનાં પતિ અને આટકોટ કન્યા છાત્રાલય નાં ટ્રસ્ટી પરેશ રાદડિયા સહિત કુલ ચાર લોકો સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
તેની સાથે આ મામલામાં ભાજપના નેતાનું નામ સામે આવતા ભારે હોબાળો થયો હતો. આ બાબતમાં મધુ ટાઢાણી ની પોલીસ દ્વારા પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. આરોપી પરેશ રાદડિયા દ્વારા ધરપકડ પહેલા રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી. ગઈકાલના સેશન્સ કોર્ટ દ્વારા તેની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, આગોતરા જામીન રદ થતા હવે પરેશ રાદડિયા જાતે જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયેલ છે. પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવતા હવે તેને કોર્ટમાં રજૂ કરાશે. ત્યાર બાદ પોલીસ દ્વારા તેના રિમાન્ડની માગણી કરાશે.