Gujarat Samachar : ગુજરાત પોલીસે (Gujarat Police) છોકરીઓની હેરાફેરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ મામલે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ અશોક પટેલ, તેની પત્ની રેણુકા પટેલ, રૂપલ મેકવાન, મોતીભાઈ સેનમા, અમુતજી ઠાકોર, ચેહરસિંહ સોલંકી અને એક સગીર તરીકે થઈ છે. કણભા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર જયેશ કલોત્રાએ જણાવ્યું કે કેટલાક અન્ય લોકો પણ રડાર પર છે અને અમે તેમને શોધી રહ્યા છીએ.
આ ગેંગ પૈસા કમાવવા માટે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છોકરીઓનું અપહરણ કરતી, તેમના પર બળાત્કાર કરતી અને બાદમાં લગ્ન માટે પુરુષોને વેચતી. ગેંગના સભ્યો 2 થી 2.5 લાખ રૂપિયામાં યુવતીઓને વેચતા હતા. અમદાવાદના અશોક પટેલ દ્વારા અપહરણ કરાયેલી યુવતીની ઓળખ કરવામાં અને તેને શોધી કાઢવામાં પોલીસ સફળ રહી છે. યુવતીએ પોલીસને જણાવ્યું કે તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને બેથી વધુ પુરુષો સાથે લગ્ન કરવા દબાણ કરવામાં આવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે અશોકની પત્ની રેણુકા તેના પતિની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ હતી. સબ-ઇન્સ્પેક્ટર કલોત્રાએ જણાવ્યું હતું કે, આશરે 8-9 છોકરીઓ માનવ તસ્કરીના રેકેટમાં સામેલ હતી, જેમાંથી કાનભાની છોકરી લગભગ 14 વર્ષની છે. અશોકે તેને બે દિવસ સુધી માર માર્યો અને ચાર વખત બળાત્કાર ગુજાર્યો.
પીડિતા કણભા ગામની રહેવાસી છે. આ સગીર યુવતીના પરિવાર સાથે અશોક અને રેણુકાના સારા સંબંધો હતા. આ કારણે તે અવારનવાર તે જ ગામમાં રહેતા અશોકના ઘરે જતી હતી.” તેણે કહ્યું કે આરોપીઓ ગરીબ પરિવારની છોકરીઓને નિશાન બનાવતા હતા. તેમના પર બળાત્કાર કરતા, તેમને માનસિક ત્રાસ આપી અને અંતે તેમને વેચી દેતા…