South GujaratGujaratNavsari

નવસારીમાં ૨૧ વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી નિધન, LLB ના પ્રથમ વર્ષમાં કરી રહ્યો હતો અભ્યાસ

છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેક ના કેસમાં આંશિક વધારો જોવા મળ્યો છે. જે એક સમયે મોટી વયના લોકો માટે ચિંતાનો વિષય હતો તે હવે બાળકો સહિત યુવાનોની ચિંતાનો પણ વિષય છે. જ્યારે આજે આવા જ સમાચાર નવસારી શહેરથી સામે આવ્યા છે. જેમાં ૨૧ વર્ષીય યુવકનું હાર્ટએટેક મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

નવસારીમાં રહેનાર 21 વર્ષીય યુવાનનું હાર્ટએટેક મૃત્યુ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. નવસારી શહેરની બાજુમાં આવેલ જલાલપુરમાં રહેનાર પ્રકાશ ભંડેરીનો ૨૧ વર્ષીય પુત્ર દર્શિલ LLB  ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. એવામાં સવાર ૯ થી ૧૦ વાગ્યાના સમયગાળામાં તે ઘરે આવ્યો અને અચાનક હૃદય રોગનો હુમલો થતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તે દરમિયાન ફરજ હાજર રહેલા ડોકટરો દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

તેના પછી યુવક મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી દેવાયો હતો. મૃતક દર્શિલ ના પિતા પ્રકાશ ભંડારીની વાત કરીએ તો તે જલાલપુરમાં હોલસેલ અનાજ કરિયાણાના વેપારી રહેલ છે અને પરિવારમાં એકના એક દીકરાનું મૃત્યુ નીપજ્યું હતું. ૨૧ વર્ષીય યુવકના મૃત્યુ પરિવાજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.