Gujarat

ભાજપ માટે મોટા સમાચાર, કારડીયા રાજપૂત સમાજે પીએમ નરેન્દ્ર મોદીને ટેકો આપતા ભાજપના સમર્થનમાં મત આપવા કરી અપીલ

રાજકોટ ભાજપ ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજને શાંત પાડવાના સતત પ્રયાસ કરવામાં આવ્યા છે તેમ છતાં હજુ પણ ક્ષત્રિય સમાજનો પુરુષોત્તમ રૂપાલા અને હવે ભાજપ સામે વિરોધ યથાવત રહેલો છે. એવામાં આ બધાની વચ્ચે ભાજપ માટે મોટા સમાચાર સામે આવ્યા છે.

જાણકારી મુજબ, ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે કારડીયા રાજપૂત સમાજ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. તેમજ તેમણે પ્રધાનમંત્રી મોદીના સમર્થનમાં ભાજપને મત આપવા માટે અપીલ પણ કરવામાં આવી છે. કારડીયા રાજપૂત સમાજ દ્વારા ભાવનગરમાં યોજાયેલા સંમેલનમાં ભાજપના સમર્થનમાં મત આપવાની વાત જણાવવામાં આવી હતી. આ મામલામાં કારડિયા રાજપુત સમાજ દ્વારા ભાજપને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. .

ઉલ્લેખનીય છે કે, ૩ મેના રોજ ભાવનગરમાં યોજાયેલ મહા સંમેલનમાં બધાએ પીએમ નરેન્દ્ર મોદી સાથે ઉભા રહેવા નિર્ધાર કરેલ છે. જ્ઞાતિ, જાતિ અને ધર્મથી પરે જઈને આપણે બધા સૌથી પહેલા ભારતીય છીએ. કમળને મત આપીને મા ભારતીનું મસ્તક ગર્વથી આપણે ઊંચુ રાખીએ. આજે ત્રીજા તબક્કાના મતદાન માટેના પ્રચારનો અંતિમ દિવસ રહેલ છે.