GujaratRajkotSaurashtra

પત્ની સાથે ચાલી રહેલા ઝઘડાઓના ત્રાસથી ૩૫ વર્ષીય યુવાને એસીડ પીને કર્યો આપઘાત

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવી રહી છે. જ્યારે આજે આવા જ એક સમાચાર રાજકોટથી સામે આવ્યા છે. રાજકોટમાં પત્ની સાથે બોલાચાલી થતા ૩૫ વર્ષીય યુવાન દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે.  જાણકારી મુજબ પત્ની સાથે બોલાચાલી થતા પતિ દ્વારા એસિડ પીને આપઘાત કરી લેવામાં આવ્યો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટમાં મવડી વિસ્તારમાં રહેનાર 35 વર્ષિય ધર્મેશ પ્રાગજીભાઈ નડિયાપરા નામના યુવાન દ્વારા શાપરમાં આવેલા પોતાના મામા અમૃતલાલના કારખાનામાં એસિડ પીને જીવન ટુંકાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેની સાત્યે યુવાનને ઝેરની અસર થતાં બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તેમ છતાં યુવાનને સારવાર મળે તે પહેલા જ તેનો જીવ ચાલ્યો ગયો હતો.

ત્યાર બાદ સિવિલ ચોકીના સ્ટાફ દ્વારા આ મામલામાં શાપર પોલીસને જાણ કરવામાં આવતા શાપર પોલીસ સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યો હતો. પરિવારજનોની પ્રાથમિક પૂછપરછમાં જાણકારી સામે આવી છે કે, મૃતક ધર્મેશ નડિયાપરાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી રહેલ છે. ધર્મેશ શાપરમાં તેના મામા અમૃતલાલના કારખાનામાં કામ કરી રહ્યા હતા. છેલ્લા બે મહિનાથી પત્ની ડીમ્પલ સાથે ચાલી રહેલા ઝઘડાના લીધે ધર્મેશભાઈ કંટાળી ગયા હતા. તેના લીધે તેમના દ્વારા એસિડ પીને આપઘાત કરી લેવામાં આવ્યો હતો. હાલમાં આ મામલામાં શાપર પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.