GujaratAhmedabadPolitics

લોકસભાની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, આ દિગ્ગજ પાટીદાર નેતા કેસરિયો ધારણ કરશે

લોકસભાની સામાન્ય ચૂંટણીઓ જેમ જેમ પાસે આવી રહી છે તેમ-તેમ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. લોકસભા પહેલા ઉત્તર ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પાટીદાર નેતા દ્વારા ભાજપમાં જોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતા ભાજપમાં જોડાવવાના છે. બુધવારના રોજ સીઆર પાટીલના હાથે ડો. વિપુલ પટેલ કેસરીયો ધારણ કરે તેવી શક્યતા રહેલી છે. ડો વિપુલ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી અટકળો ઉભી થઈ છે. તમને જણાવી દઈએ કે, ડો વિપુલ પટેલ હિંમતનગર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે રહી ચૂક્યા છે. આ સિવાય જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે પણ તે રહી ચૂક્યા છે. સતત ચાર ટર્મથી સાબરડેરીના ડિરેક્ટર તરીકે પણ ચુંટાઇ ચુક્યા છે. આ સિવાય અરવલ્લી અને સાબરકાંઠાના દિગ્ગજ સહકારી નેતા તરીકે પણ ડો વિપુલ પટેલની ગણના કરાઈ છે.

તેની સાથે ડો. વિપુલ પટેલની વાત કરવામાં આવે તો તેમનું પાટીદાર સમાજ પર મજબૂત વર્ચસ્વ રહેલું છે. વિધાનસભાની 2014 ની પેટા ચૂંટણીમાં હિંમતનગર બેઠક પર ભાજપના ઉમેદવાર સામે નજીવા માર્જીનથી હાર સહન કરવાનો વારો આવ્યો હતો. તેમ છતાં આ ચૂંટણી દ્વારા તેમનું કદ વધારી દેવામાં આવ્યું હતું. ભાજપ તરફી લહેર સમયે પેટા ચૂંટણીમાં જબરદસ્ત લડત તેમના દ્વારા આપવામાં આવી હતી. તેમ છતાં ડો. વિપુલ પટેલ દ્વારા હવે ભાજપમાં જોડાઈને કાર્યકર બનવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સિવાય ડો વિપુલ પટેલ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ પર રહી ચુક્યા છે. કોંગ્રેસી નેતા વિપુલ પટેલનો સહકારી રાજકારણમાં પણ ડંકો જોવા મળ્યો છે. તેની સાથે સળંગ ચાર ટર્મથી સાબરડેરીમાં ડિરેક્ટર પદ પર ચૂંટણી જીતી પણ ચૂક્યા છે. એવામાં હવે સમાચાર સામે આવ્યા છે કે, તે ભાજપમાં જોડાવવાના છે.