GujaratSaurashtra

દ્વારકા જગત મંદિરમાં શ્રદ્ધાળુઓને લઈને લેવાયો મોટો નિર્ણય, ટૂંકા વસ્ત્રો સાથે મંદિરમાં નહિ મળે પ્રવેશ

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ એવા દ્વારકા જગત મંદિર ના સંચાલકો દ્વારા એક અત્યંત મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેવસ્થાન સમિતિએ નિર્ણય કર્યો છે કે મંદિરની પરિસરમાં કોઈ પણ વ્યક્તિ ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ કરી શકશે નહીં. આમ હવેથી દ્વારકા જગત મંદિરમાં દેવસ્થાન સમિતિએ ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુક્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ માંથી એક એવા ભગવાન દ્વારકાધીશના જગતમંદિરને લઈને એક અત્યંત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દરરોજ હજારો ભક્તો દ્વારકાના જગતમંદિરે ભગવાનના દર્શન કરવા માટે આવે છે. ત્યારે હવે જગત મંદિરે દર્શન કરવા માટે લોકોને લઈને દેવસ્થાન સમિતિ દ્વારા એક અત્યંત મહત્વનો નિર્ણય કરવાનો આવ્યો છે.  દેવસ્થાન સમિતિએ મંદિરમાં આવતા ભક્તોમાં જે લોકો ટૂંકા વસ્ત્રો સાથે આવશે તેમને મંદિર પરિસરમાં પ્રવેશ મળશે નહીં. આમ ટૂંકા વસ્ત્રો સાથે આવનાર ભક્તોના પ્રવેશ પર જગત મંદિરમાં પ્રતિબંધ મૂકવાનો આવ્યો છે. તેમજ દેવસ્થાન સમિતિ દ્વારા લેવાયેલ આ નિર્ણય ના મોટા બેનર પણ મંદિરની બહારના ભાગમાં લગાવવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, દ્વારકામાં આવેલું ભગવાન દેરકાધીશનું જગત મંદિર એ હિન્દી ધર્મમાં માનતા તમામ લોકો માટે અસ્થાનું કેન્દ્ર છે. દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગત મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે દેવસ્થાન સમિતિએ સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો સાથે મંદિરમાં આવવા માટે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે.  આમ હવેથી ટૂંકા વસ્ત્રો પહેરીને દ્વારકાના જગત મંદિરમાં જઈ શકાશે નહીં.