South GujaratGujaratSurat

સુરતમાં સોફ્ટવેર એન્જીનીયર પરિણીતાના આપઘાતને લઈને થયો મોટો ખુલાસો

સુરત ના ભટાર વિસ્તારમાં સોફ્ટવેર એન્જિનિયર મહિલા છઠ્ઠા માળેથી પટકાતા મૃત્યુ નીપજ્યું હોવાનું થોડા દિવસ પહેલા સામે આવ્યું હતું. આ મહિલાના લગ્નને હજુ ત્રણ વર્ષ થયા હતા. જ્યારે આ મહિલાની વાત કરીએ તો તે પોતાના ઘરની ગેલેરીમાંથી નીચે પટકાતા તેનું માથું ફાટી ગયું હતું. ગંભીર હાલમાં મહિલા ને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તે દરમિયાન હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી. એવામાં હવે આ મામલામાં પોલીસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. પરિણીતા દ્વારા પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

જાણકારી મુજબ, મૂળ રાજસ્થાનના અને સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આકાશ દર્શન એપાર્ટમેન્ટ ના છઠ્ઠા માળે રહેનાર વિકાસ પેરિવાલ ની પત્નીનું નીચે પડી જવાના લીધે મૃત્યુ નીપજ્યું હતું. વિકાસ પેરિવાલ દ્વારા ત્રણ વર્ષ અગાઉ મધુલિકા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કરવામાં આવ્યા હતા. મધુલિકા વરાછાની એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરી રહ્યો હતો. તે પુણેમાં આવેલ કંપનીમાં કામ કરી રહ્યો છે. ત્રણ મહિના પહેલા વિકાસ પૂણેની કંપનીમાં શિફ્ટ થઈ ગયો હતો. તે નોકરી માટે પૂણેમાં રહી રહ્યો હતો. જ્યારે મધુલિકા સાસરિયાઓ સાથે સુરતમાં રહેતી હતી.

એવામાં મધુલિકા ના સાસુ કિચનમાં ભોજન બનાવી રહ્યા હતા. તે સમયે મધુલિકા ઘરની બાલકનીમાંથી નીચે પડી ગઈ હતી. મધુલિકા નીચે પડતા જ સોસાયટીના લોકો દોડી પહોંચી આવ્યા હતા. તેની જાણ થતા સોસાયટીના રહીશો સહિતના દોડી આવ્યા હતા. મધુલિકાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તે દરમિયાન ફરજ પર રહેલા તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલ મોકલી દેવાયો આવ્યો હતો. તેની સાથે જ મધુલિકાના પતિને પણ આ બાબતમાં જાણ કરવામાં આવી હતી. આ મામલા ખટોદરા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ મામલામાં મૃતક મધુલિકા ના પિતા દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, મારી મોટી દીકરી મધુલીકાના લગ્ન વખતે અમારી રીતી-રીવાજ અનુસાર 40 તોલા સોનું-ચાંદી અને ફર્નિચ૨ બનાવવા માટે જમાય વિકાસના પરિવારને એક લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ લગ્નના આઠેક મહિના બાદ વિકાસ દ્વારા મધુલિકા કહેવામાં આવ્યું કે, એક લાખ રૂપિયામાં તો ખાલી બાથરૂમ જ બની શકે છે, તેવા મેણા-ટોણા મારવાનું શરૂ કર્યું હતું. મારી દીકરી લગ્ન ના એકાદ વર્ષ પછી વરાછામાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે માસિક પગાર 80 હજારથી નોવેટર ટેકનોલોજી નામની ખાનગી કંપનીમાં નોકરી કરી રહી હતી. આ પગાર પણ વિકાસ દ્વારા લઇ લેવામાં આવ્યો હતો. મારી દીકરી પોતાના અંગત ઉપયોગમાં એક રૂપિયો પણ વાપરતી તો તેના પતિ વિકાસ દ્વારા માર મારવામાં આવ્યો હતો.

તેની સાથે મધુલિકા દ્વારા મેસેજ કરીને મોત વ્હાલું કરવામાં આવ્યું હતું. તેમાં તેણે કહ્યું હતું કે, હાઇ વિકાસ હવે મારાથી સહન થતું નથી. હું સફોકેટ થઈ ગયેલ છું. મેં તને દુઃખ આપ્યું તે બદલ મને માફ કરી દેજે. બસ મારા મોતથી હવે  શાંતિ થઈ જશે. હું આ રીતે જીવી શકીશ નહીં. હું માફી માગું છું. બની શકે તો ખરાબ સમય ભુલાવી નાખજે અને આપણા સારા સમયને યાદ રાખજે. જો શક્ય હોય તો મારા પિયરથી આવેલા ઘરેણા મારા માતા-પિતાને પરત આપી દેજે, ચુચુના લગ્નમાં તે કામ આવશે. મારી છેલ્લી ઇચ્છા પર વિચાર કરજે અને તારું ધ્યાન રાખજે. જ્યારે હું મિસિસ વિકાસ પેરીવાલ તરીકે મૃત્યુ પામું છું.