GujaratMadhya Gujarat

વડોદરામાં સામૂહિક પરિવારે કરેલ આપઘાતને લઈને થયો મોટો ખુલાસો

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી એક ઘટના વડોદરા શહેરથી સામે આવી છે. વડોદરામાં આર્થિક તંગીના લીધે એક પરિવારે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. વડોદરા ના કાછિયા પોળ બાબાજીપુરા રાવપુરા વિસ્તારમાં રહેનાર મુકેશ પંચાલ દ્વારા ગળાના ભાગે રેઝર મારી આપઘાત પ્રયાસ કરવામાં આવતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. જ્યારે કેશભાઈના પત્ની દ્વારા ઝેર પી અને પુત્રએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળ પર આ મામલામાં તપાસ શરુ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ,  કાછિયા પોળ બાબાજીપુરા રાવપુરા ની સામૂહિક આપઘાત ઘટના સામે આવી છે. જાણકારી મુજબ, સિક્યુરિટી તરીકે કામ કરતા પિતા એ સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે. આર્થિક સંક્રમણ ના લીધે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.  આ ઘટનામાં માતા નયનાબેન અને પુત્ર મિતુલ નું કરૂણ મોત થયું છે. જ્યારે મુકેશ ભાઈ પંચાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા છે.

તેની સાથે વડોદરામાં પંચાલ પરિવારના સામૂહિક આપઘાત મામલે મોટી જાણકારી સામે આવી છે. ઘરમાંથી પોલીસ ને સ્યૂસાઈડ નોટ પ્છેરાપ્ત થઈ છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, પંચાલ પરિવારને આજે મકાન ખાલી કરવાનું હતું અને મકાન ખાલી કરવાની ચિંતામાં પરિવાર દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે. એક મહિના પહેલા રાજુ પાંસેરિયા પાસેથી વિવેક સિંહા દ્વારા મકાન ખરીદવામાં આવ્યું હતું અને મકાન માલિક દ્વારા પંચાલ પરિવારને મકાન ખાલી કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.