Gandhinagar

ગાંધીનગરમાં મળી આવેલી બિનવારસી કારને લઈને થયો મોટો ખુલાસો, પાટીદાર યુવકનું નામ સામે આવ્યું

ગાંધીનગરમાં ગઈ કાલના એક બિનવારસી કાર મળી આવી હતી. જેમાં દેશી બનાવટના અનેક હથિયારો પોલીસને પ્રાપ્ત થયા હતા. ત્યાર બાદ તપાસ એજન્સીઓ તપાસ હાથ ધરવામાં આવી હતી કે, આ કાર આખરે કોની છે. આ મામલામાં ગાંધીનગર પોલીસ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આ કાર જિતેન્દ્ર પટેલ નામના વ્યક્તિની છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલના સરગાસણ માં આવેલ ફ્લેટના બેઝમેન્ટમાં થી પોલીસ ને એક બિનવારસી હ્યન્ડાઈ કાર મળી આવી હતી. સ્વાગત એફોર્ડ ફલેટના બેઝમેન્ટમાં હ્યન્ડાઈ કાર પાર્ક કરવામાં આવી હતી. આ બિનવારસી હ્યુન્ડાઈ કારમાં હથિયારોનો જથ્થો પોલીસ ને પ્રાપ્ત થયો હતો. આ કારમાં બે રિવોલ્વર, બે દેશી કટ્ટા, 300 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. હથિયારો સાથે બિનવારસી કાર મળી આવતા ગાંધીનગરમાં ચકચાર મચી ગયો છે. ત્યાર બાદ તપાસ એજન્સીઓ દ્વારા તપાસ શરુ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: બંગાળની ખાડીમાં આવનાર મોકા સાયક્લોનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ગાંધીનગર પોલીસ દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવતા કારનો માલિક પોલીસ ને સાંજ સુધીમાં મળી ગયો હતો. આ કાર જીતેન્દ્ર પટેલ નામના વ્યક્તિની હતી. સમગ્ર બાબતમાં રેન્જ આઇજી અભય ચુડાસમા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આટલા હથિયારો કેમ લાવ્યો હતો તે મામલામાં તપાસ કરવામાં આવી રહી છે અને પેન ડ્રાઈવ અને અન્ય ચીજો પ્રાપ્ત થઈ હતી. ગુજરાત ATS માં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો અને અગાઉ પણ આ આરોપી સામે ગુનો નોંધાયા છે.

તેની સાથે તેમને વધુ જણાવ્યું કે, જીતેન્દ્ર પટેલ અત્યાર સુધીમાં ત્રણ મર્ડર પણ કરી ચૂક્યો છે. ગુજરાત એટીએસમાં પણ એક હથિયારનો તેના પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે મધ્યપ્રદેશથી હથિયાર લાવ્યો હોવાની જાણકારી સામે આવી છે. વર્ષોથી ગાડી ત્યાં પડી રહેતી હતી. તે પોતે એક વર્ષ થી ભાડુઆત તરીકે રહી રહ્યો છે. એક વર્ષ અગાઉ જ તે જેલમાંથી છૂટ્યો હતો. તે મૂળ વિજાપુરનો વતની છે અને હાલમાં અમદાવાદ ના ઘોડાસર માં તેનું મકાન રહેલું છે. સરગાસણ માં આવેલ ફ્લેટના બેઝમેન્ટમાં થી બિનવારસી કાર મળી આવતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. કારની ડીટેલ સર્ચ કરતા અલગ-અલગ ડોક્યુમેન્ટ પ્રાપ્ત થયા હતા. જેમાં જીતેન્દ્ર પટેલ નામનો માણસ આ કારનો માલિક હોવાનું સામે આવ્યું હતું. હાલમાં જિતેન્દ્ર પટેલ નામના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. એવામાં હવે પોલીસ દ્વારા જિતેન્દ્ર પટેલ થી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ઘોર કળયુગ; નરાધમ પુત્ર સગી જનેતા પર આચરતો હતો દુષ્કર્મ