GujaratMehsanaNorth Gujarat

અમેરિકા અને કેનેડાની બોર્ડર મોતને ભેટેલા મહેસાણાના ચૌધરી પરિવારને લઈને આવ્યા મોટા અપડેટ

અમેરિકા અને કેનેડાની બોર્ડર પર આવેલ લોરેન્સ નદીમાં ડૂબી જવાના લીધે ચૌધરી પરિવાર મોતને ભેટ્યો હતો. જ્યારે સમાચાર સામે આવ્યા છે કે, આ ચૌધરી પરિવાર ફેબ્રુઆરી મહિનામાં વિઝીટર વિઝા પ્રાપ્ત કરીને કેનેડા ગયેલો હતો. ચૌધરી પરિવારના ત્રણ સભ્યોની પુષ્ટિ થઈ ગઈ છે. તેમ છતાં પ્રવીણ ચૌધરીના પત્ની દક્ષા ચૌધરી સાથે હતા કે કેમ તેની જાણકારી સામે આવી નથી. આ ઘટનામાં આઠ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા પરંતુ એક મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. જે મૃતકો ઓળખાણ થઈ છે તેમાં મહેસાણાના માણેકપુરા ગામના પ્રવીણ ચૌધરી, તેમની દીકરી વિધિ ચૌધરી અને દીકરા મિત સામેલ છે.

ગુજરાત પોલીસના સૂત્રો મુજબ, ચૌધરી પરિવારના કોઈપણ સભ્ય દ્વારા તેમને મોકલનારા એજન્ટોના નામ આપવામાં આવ્યા નહોતા. એટલું જ નહીં તેઓ કેનેડાથી અમેરિકા જવાના હતા તેની પણ કોઈની સાથે વાત કરી નહોતી. રવિવારના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી દ્વારા મૃતકના પરિવારજનોની માણેકપુરા ગામ જઈને મુલાકાત લેવામાં આવી હતી. આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી છે. તેના એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ મામલામાં ચૌધરી પરિવાર જે રૂટ પરથી અમેરિકા જવા નીકળ્યો હતો તેને જોતા ત્રણ એજન્ટો તેમાં સંડોવાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ચૌધરી પરિવારને મોકલનારો એક એજન્ટ મહેસાણાનો રહેલો છે જ્યારે બીજો યોગેશ પટેલ રહેલ છે. આ બંનેની ડિંગુચા કેસમાં પણ સંડોવણી રહેલી હતી. આ સિવાય ત્રીજા શંકાસ્પદ વ્યક્તિની વાત કરીએ તો તે એપ્રિલ 2022 માં છ ગુજરાતી યુવકો અમેરિકન પોલીસ દ્વારા સેન્ટ રેજિસ નદીમાંથી રેસ્ક્યુ કરાયા તે કેસમાં સંડોવાયેલ હતો. આ સિવાય આ એજન્ટનું ગયા વર્ષે જ બહાર આવેલા IELTS કૌભાંડમાં પણ કનેક્શન રહેલું હતો, બીજી તરફ ડિંગુચા કેસનો આરોપી એજન્ટ યોગેશ પટેલ હાલ પણ જેલમાં રહેલ છે. ભૂતકાળમાં પણ ગુજરાતીઓને કેનેડાથી અમેરિકા લઈ જતા વખતે બે બોટ ડૂબી જવાની ઘટના ઘટી હતી.

અમેરિકા અને કેનેડા બોર્ડર પર માર્યા ગયેલા ગુજરાતી પરિવારના મૃતદેહને અહીં લાવવામાં આવશે અને તેમના મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે. આ બાબતમાં ગુજરાત પોલીસ અમેરિકા અને કેનેડા પોલીસના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે. એવી જાણકારી પણ સામે આવી છે કે, માણેકપુરા ના ચૌધરી પરિવારે કેનેડા પહોંચવા માટે એજન્ટોને 56 લાખ રૂપિયા જેટલી રકમની ચુકવણી કરી હતી. કેનેડા પહોંચ્યા બાદ તેઓ સ્થાનિક એજન્ટને એક વ્યક્તિ દીઠ 1 હજાર કેનેડિયન ડોલરની ચુકવણી કરી બોટમાં સવાર થઈ બોર્ડર ક્રોસ કરવા માટે નીકળેલા હતા. તેમની સાથે એક રોમાનિયન ફેમિલી પણ રહેલું હતું, જેમાં બે નાના બાળકો પણ રેલા હતા. તેમ છતાં અમેરિકા પહોંચતા પહેલા જ આ તમામ લોકોના મોત નીપજ્યા હતા.

કેનેડિયન મીડિયા ના રિપોર્ટ મુજબ, ચૌધરી પરિવાર નાનકડી બોટમાં સવાર થઈને અમેરિકા જવા માટે નીકળ્યો હતો તે સમયે વાવાઝોડા જેવી સ્થિતિ ઉભી થઈ હતી. તેના લીધે નદી પણ તોફાની બની ગઈ હતી અને તેમાં પણ આઠ લોકો જે બોટમાં સવાર હતા તે ઘણી નાની હતી. તેમાં કેપેસીટી કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા. તોફાની નદીમાં આ બોટ અંતે ડેમેજ થઈ ગઈ હતી અને તે ડૂબી ગઈ હતી. ઘટના બની તે સમયે ડૂબી રહેલા લોકોની ચીસો સાંભળી સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પોલીસ અને રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચે તે પહેલા જ આ તમામ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે જે વ્યક્તિ બોટ ચલાવી રહ્યો હતો તે હજુ પણ ફરાર છે.