SaurashtraGujaratRajkot

રાજકોટ સટ્ટાકાંડને લઈને સામે આવ્યા મોટા અપડેટ, બે જ આઈડીમાં કરાયો હતો કરોડોનો વ્યવહાર

રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ક્રિકેટના સટ્ટાનાં નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જાણકારી મુજબ છ બુકીઓ દ્વારા બે આઈડી પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતા. જ્યારે 28 પેટા બુકીઓ દ્વારા સમગ્ર નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવતા ભાજપના નેતાનાં સગા ભાઈનું નામ તપાસ સામે આવ્યું છે. તેના લીધે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

તમને જણાવી દઈએ કે, ક્રાઈમ બ્રાંચ પીઆઈ બી. ટી. ગોહિલની ટીમ દ્વારા મંગળવારના રોજ શહેરમાં ત્રણ સ્થળો પર દરોડા પાડી ત્રણ બુકીઓ સુકેતું ભૂતા, ભાવેશ ખખ્ખર અને નિશાંત હરેશ ચગને ઝડપી પાડવામાં આવ્યા હતા. એવામાં છ બુકીઓ દ્વારા બે આઈડી પર પેટા 28 બુકીઓ મારફત ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. તેની સાથે રાજકોટમાં ક્રિકેટ સટ્ટાકાંડને લઈને મોટી જાણકારી સામે આવી છે. લોધીકા સંઘના પૂર્વ ડિરેક્ટર દ્વારા નાણાંનો વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું છે. સટ્ટાની એપની 2 આઈડીમાં 24 કરોડનાં વ્યવહારો મળી આવ્યા હતા. આ બંને આઈડીમાં મહેશ આસોદરીયા અને રાજુ સોમાણીનાં વ્યવહારો કરાયા હતા. તેની સાથે મુખ્ય આરોપીઓ તેજસ રાજદેવ અને ત્રિપુટીને બચાવવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. જ્યારે ક્રિકેટ સટ્ટાકાંડનો આંકડો 25 કરોડને પાર થઈ ગયો છે.

આ મામલામાં પોલીસ તપાસમાં ભાજપના ધારાસભ્યના ભાઈ રાજુ સોમાણીનું નામ સામે આવ્યું છે. તેની સાથે પેટા બુકી તરીકે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકનાં પૂર્વ ડિરેક્ટર પદે તેમજ રાજકોટ જીલ્લા ભાજપનાં કિસાન મોરચાનાં ઉપપ્રમુખ મહેશ આસોદરિયાનું નામ ખુલ્યું હતું. ત્યારે ભાજપ દ્વારા મહેશ આસોદરિયાને મહત્વનો હોદ્દો આપવામાં આવતા કાર્યર્ક્તાઓમાં તેને લઈને અસંતોષ રહેલો છે.