GujaratJamnagarSaurashtra

જામનગરમાં બસ પલટી ખાતા સર્જાયો ભયંકર અકસ્માત, ૧૦ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત જામનગર થી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જામનગર ના ચંગા પાટીયા નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી ખાઇ જવાના લીધે આઠ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે. જાણકારી મુજબ, ખાનગી બસ ચંગા અને ચેલા પાટીયા ની વચ્ચે સોમનાથ હોટલ નજીક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતને લઈને જાણકારી અનુસાર, જામનગર ની ખાનગી ટ્રાવેલ્સની બસ વિરમગામથી LC 8 કોલોનીમાં પસાર થઈ રહી હતી. જેમાં એલ એન્ડ ટી કંપની ના પરપ્રાંતીય મજૂર સવાર રહેલા હતા. એવામાં ચંગા અને ચેલા પાટીયાની વચ્ચે સોમનાથ હોટલ નજીક બસનો અકસ્માત સર્જાઈ ગયો હતો. જેમાં બસ રોડની સાઇડમાં ઉતરી ને ઊંધી થઈ ગઈ હતી.

તેની સાથે અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકો અને એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા 10 જેટલા ઇજાગ્રસ્તોને બારીમાંથી બહાર કાઢીને સારવાર માટે જામનગરની જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે કેટલાક ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.