GujaratAhmedabad

અયોધ્યા રામ મંદિર માટે ગુજરાતના બિઝનેસમેને આપ્યું 101 કિલો સોનાનું દાન

રામ મંદિર માટે દેશભરમાંથી અનેક લોકો દ્વારા દિલ ખોલીને દાન કરવામાં આવી રહ્યું છે. તેમાં ગુજરાતીઓ તેમાં પાછળ રહી શકે નહીં. જ્યારે આજે એવા જ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના એક દાનવીર દ્વારા રામ મંદિરને 101 કિલો સોનાનું દાન કરવામાં આવ્યું છે. તેના લીધે તે ચર્ચાના વિષય બની ગયા છે.

તમને જણાવી દઈએ કે, રામ મંદિર નિર્માણ માટે દાતાઓની યાદીઓ ઘણી મોટી છે. પરંતુ એક વ્યક્તિ એવા છે જેણે દાનના મામલામાં અમીર લોકોને પણ પાછળ છોડી દીધા છે. સુરતના હીરા વેપારી લાઠી પરિવાર દ્વારા અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે 101 કિલો સોનું દાન કરવામાં આવ્યું છે. આ સાથે જ તેઓ રામ મંદિર માટે સૌથી મોટા દાનવીર બની ગયા છે. આ દાન રામ મંદિર ટ્રસ્ટને અત્યાર સુધીનું સૌથી મોટું દાન કરવામાં આવ્યું છે.

તેની સાથે વધુમાં જણાવીએ કે, લાઠી પરિવાર દ્વારા દાન કરવામાં આવેલ સોનામાંથી અયોધ્યા રામ મંદિરના દરવાજાને સોનાથી કોટ કરવામાં આવી છે. આ 101 કિલો સોનાનો ઉપયોગ રામ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોને પોલિશ કરવા માટે કરાયો છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની સાથે મંદિરના ભોંયતળિયે 14 સુવર્ણ દ્વાર સ્થાપિત કરાયા છે. તેની બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત મુજબ 68 હજાર રૂપિયા થાય છે. જ્યારે એક કિલો સોનાની કિંમત લગભગ 68 લાખ રૂપિયા રહેલ છે. તેનો અર્થ 101 કિલો સોનાની કુલ કિંમત અંદાજીત 68 કરોડ રૂપિયાથી વધુ રહેલી છે.