GujaratAhmedabad

અમદાવાદની SVP હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા સાથે છેડતી, તબીબ સામે નોંધાઈ ફરિયાદ

અમદાવાદમાં છેડતીનો મામલો સામે આવ્યો છે. જ્યારે આ મામલો અમદાવાદમાં SVP હોસ્પિટલથી સામે આવ્યો છે. કેમકે ગર્ભવતી મહિલા સાથે ડોક્ટર દ્વારા છેડતી કરવામાં આવ્યોવ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગાયનેક વિભાગના ડોક્ટર દ્વારા એક ગર્ભવતી મહિલા સાથે શારરિક અડપલા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જાણકારી મુજબ, SVP હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા ચેકઅપ માટે ગયેલી હતી. તે સમયે ગાયનેક વિભાગના ડોક્ટર દ્વારા સોનોગ્રાફીનો રિપોર્ટ કરતા સમયે મહિલા સાથે છેડતી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવાજનો દ્વારા છડતી કરનાર ડોક્ટર વિવેક સામે એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તેની સાથે આ મામલામાં એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવતા સમગ્ર મામલામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ છતાં આ બાબત ખુબ જ ગંભીર રહેલ છે. કારણ કે, તબીબ સાથે જ સવાલ ઉભા થતા આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા સમગ્ર મામલાને ધ્યાનમાં લેતા તપાસ હાથ ધરવામાં આવી છે.