રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુના ઓ આચરતા રહે છે. એવામાં આજે અમદાવાદના વસ્ત્રાપુર થી આવો જ મામલો સામે આવ્યો છે. અમદાવાદ ના વસ્ત્રાપુરમાં બે વર્ષની એક બાળકી રેપ નો ભોગ બનતા બચી ગઈ હોવાનું સામે આવ્યું છે. શ્વાનો દ્વારા ભસીને બાળકીને રેપથી બચાવી લેવામાં આવી હતી.
ઘટનાને લઈને જણાવી દઈએ કે, મૂળ બિહારના 22 વર્ષીય વિજય મહતો દ્વારા દુષ્કર્મ કરવાના ઈરાદાથી ગુરુદ્વારાથી વસ્ત્રાપુર તળાવ રોડ ઉપર બાજુમાં સુતેલ પરિવારની બે વર્ષની બાળકીને ઉઠાવીને વસ્ત્રાપુર તળાવ પાસે લઇ જવામાં આવી હતી. ત્યાં જઈને તે બાળકી પર દુષ્કર્મ આચરવા ઈચ્છતો હતો. તેમ હતા શ્વાનો દ્વારા ભસીને બાળકીને આ નરાધમ થી બચાવી લેવામાં આવી હતી.
નોંધનીય છે કે, વસ્ત્રાપુર પાસે બાળકીનું અપહરણ કરનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી વિજય દ્વારા ગુરુદ્વારા થી વસ્ત્રાપુર તળાવ રોડ ઉપર બાજુમાં સૂતા પરિવારની બે વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને વસ્ત્રાપુર તળાવ પાસે લઈને ચાલ્યો ગયો હતો. તે દરમિયાન શ્વાનનું ટોળું ભસવા લાગ્યું હતું તેના લીધે આરોપી બાળકીને ત્યાં જ છોડીને નાસી ગયો હતો. ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા બાળકી ને રેસ્ક્યુ કરી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી હતી. તેન પછી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી દ્વારા તપાસ કરવામાં આવતા વિજય મહતો નામના બિહારના આરોપી જે ફાઇવ સ્ટાર હોટલો માં છૂટક મજૂરી કામ કરી રહ્યો છે તેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એસીપી ભરત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોપી વિરુદ્ધ આ ઘટના અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. તેની સાથે પોલીસ દ્વારા આ મામલામાં વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.