રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત સમાચાર સામે આવતા રહે છે. જ્યારે આજે આવા જ સમાચાર ધંધુકાથી સામે આવ્યા છે. ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર મહિલા પોલીસ કર્મચારી દ્વારા પોલીસ ઈન્સ્પેકટર (PI) ના ત્રાસથી પોલીસ સ્ટેશનમમાં જ આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં મહિલા કોન્સ્ટેબલને સારવાર માટે નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જાણકારી મુજબ, અમદાવાદના ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર રેણુકાબેન સોલંકી નામના મહિલા કોન્સ્ટેબલ દ્વારા પી. આઈ સુનિલ ચૌધરી અને અન્ય ડી-સ્ટાફના ત્રાસથી દવા કંટાળી પોલીસ સ્ટેશનમાં જ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલા કોન્સ્ટેબલની ગંભીર હાલત થતા સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
તેની સાથે પોલીસ મહિલા કોન્સ્ટેબલ દ્વારા એક વીડિયો પણ ઉતારવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, તેમના પતિને પી. આઇ દ્વારા માર મારવામાં આવે છે. જ્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલના પતિને પ્રોહીબેશન કેસમાં ફસાવી દેવાનો આરોપ પણ લગાવ્યો છે. એવામાં આ ઘટનાને ધંધુકા પોલીસ સ્ટેશનનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે.