AhmedabadGujarat

અમદાવાદના અમીઝરા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં એકાએક ફાટી નીકળી આગ, 10 થી વધુ ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા

અમદાવાદથી આગની ઘટના સામે આવી છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં શાંતિવન બસ સ્ટેન્ડ પાસે આવેલા અમીઝરા એપાર્ટમેન્ટના બી બ્લોક ના પાર્કિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જ્યારે આ આગની એટલી ભયંકર હતી કે, તેમાં અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, અમીઝરા એપાર્ટમેન્ટના લાગેલી આગમાં 10 થી વધુ ટુ વ્હીલર અને ત્રણ એસી ના આઉટડોર બળીને ખાખ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આગ લાગતા ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી હતી. આગની ઝપેટ પ્રથમ માળ સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં એક વાત સારી રહી છે કે, આ આગમાં કોઈ જાનહાની સામે આવી નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, ફાયર બ્રિગેડની ટીમ ને આજે સવારના પાંચ વાગ્યાના સમયગાળામાં કોલ આવ્યો હતો.  કોલ માં જણાવવામાં આવ્યું હતું કે, પાલડી ચંદ્રનગર રોડ પર શાંતિવન બસ સ્ટેન્ડ પાસે આવેલા અમીઝરા એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં ભયંકર ફાટી નીકળી છે. તેના લીધે જમાલપુર અને નવરંગપુરા ફાયરબ્રિગેડની કુલ પાંચ ગાડીઓ અને સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી ગયા હતા. ફ્લેટના બી બ્લોકના પાર્કિંગમાં શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી. જેમાં પાર્કિંગમાં રહેલા અંદાજીત 15 જેટલા ટુ વહીલર આગની ઝપેટમાં આવ્યા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તે પ્રથમ માળ સુધી પહોંચી ગઈ હતી. આગના લીધે સી બ્લોકના અનેક ઘરોના કાચ પણ તૂટી ગયા હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણકારી મળતા જ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. તેમ છતાં આ ઘટના કોઈપણ પ્રકારની જાનહાનિ સામે આવી નથી. આગ લાગતા ની સાથે જ સી બ્લોક અને બી બ્લોકના લોકો એપાર્ટમેન્ટ થી બહાર આવી ગયા હતા. આગ શોર્ટ સર્કિટના લીધે લાગી હોવાનું સામે આવ્યું છે.